રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરમાં ભાવિ શિક્ષિકાઓનો વિદાય સમારંભ યોજાયો

0
350

રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલ સ્ત્રી અધ્યાપન મંદિરમાં ઈનામ વિતરણ,પ્રમાણપત્ર વિતરણ તેમજ દ્રિતીય વર્ષની તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો .

કાર્યક્રમની શરૂઆત સમૂહમાં સંગીતમય પ્રાર્થના સાથે થઈ હતી.ત્યાર બાદ આમંત્રિત મહેમાનોએ દીપ પ્રગટન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. બધા મહેમાનોનું સ્વાગત પુસ્તક દ્વરા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વર્ષ ભર યોજાયેલી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં વિજેતા થયેલ બહેનોને ઈનામ વિતરણ કરવામાં આવેલ જેમાં પ્રથમ વર્ષની તાલીમાર્થી વૈશાલી તડવી અને સોલંકી ઝંખનાએ તેમજ દ્વિતીય વર્ષની પઢિયાર હિરલ અને ગોહિલ પ્રિયંકાએ પોતાના તાલીમાર્થીઓ, હોસ્ટેલ તેમજ કોલેજ સાથેના અનુભવો વાગોળ્યા હતા.ત્યાર બાદ વર્ષભર કોલેજમાં મોનીટર અને શિક્ષણ મંત્રી તરીકેની કામગીરી કરનાર તાલીમાર્થીઓને આચાર્યા ભારતિબેન ભાવસારે પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ભુતપૂર્વ ઇ.આચાર્યા ભદ્રબેન પરીખે તાલીમાર્થીઓને આશીર્વચન આપતા જીવનમાં સતત આગળ વધતા રહેવાનુ અને નવું શીખતું રહેવાની પ્રેરણા આપી હતી . સી.વી.વસાવાએ પોતાના વક્તવ્યમાં બુનિયાદી શિક્ષણની લાક્ષણિકતાઓ જણાવી જીવનમાં તાલીમનું મહત્વ સમજવ્યું હતું અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર હોય ત્યારે કોલેજના દ્વાર તમારા માટે હમેશા ખુલ્લા છે તેમ જણાવ્યુ હતું. કાર્યક્રમના અંતે વસાવા શરાદિબેન અને સંજનાબેને વિદાયગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ મનીષાબેન ગૂર્જરે જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.વિમલ મકવાણાએ કર્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY