ડેડીયાપાડામાં રીક્ષા પલટી ખાતા એક મહિલાનું મોત,ચારને ઇજા થતા સારવાર હેઠળ
રાજપીપળા : નર્મદા જિલ્લા બેફામ અને ઓવરલોડ દોડતા ખાનગી અને પેસેન્જર વાહનો પર પોલીસ કે આરટીઓ કોઈ ખાસ કાર્યવાહી ન કરતા આડેધડ મુસાફરો ભરી જતા વાહનો નિર્દોષ લોકોના ભોગ લે છે તેમ છતાં તંત્ર પોતાના અંગત સ્વાર્થ માટે આંખ આડા કાન કરી તમાસો જુવે છે .
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા થી પાનસર જવાના માર્ગ ઉપરથી મુસાફરો ભરી પુરપાટ જતી રીક્ષા નં. GJ-22-U-1380 નો ચાલક હિતેશભાઇ મુળજીભાઇ વસાવા રહે-કંકાલા તા.ડેડીયાપાડા જી.નર્મદા નાએ પોતાનાની રીક્ષા પાનસર ગામ જતા રોડ ઉપર પલટી ખવડાવી અંદર બેઠેલા મુસાફરો પૈકી સવિતાબેન તુલીયાભાઇ વસાવા ઉ.વ.૫૦ નાઓનુ સારવાર દરમ્યાન મોત નીપજાવી તથા સુમીત્રાબેન જગદીશભાઇ વસાવા તથા રમીલાબેન વિજયભાઇ વસાવા,સવિતાબેન તુલસીભાઇ વસાવા તેમજ કિશનભાઇ નરસિંહભાઇ વસાવાને ગંભીર ઇજા પહોંચાડી ગુનો કરતા પોલીસે રીક્ષા ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





