નાંદોદ ગરુડેશ્વર તાલુકાના 70 જેવા પુરવઠાના વેપારીઓના ચાર મહિનાથી તેલના લાખો રૂપિયા ભેરવાયા…!!

0
25

જાન્યુઆરીમાં તેલ આપવા માટે પૈસા લીધા બાદ 100 જેવી દુકાનો પૈકી ફક્ત 25 જેટલા દુકાનદારોનેજ તેલનો જથ્થો ફળવાયો પરંતુ પૈસા બધા પાસે લીધા 

નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગમાં ચાલતા અંધેર વહીવટની અગાઉ પણ વારંવાર ચર્ચા સામે આવી હતી છતાં જિલ્લા પુરવઠા અધિકારી કેમ ઢીલી નીતિ અપનાવે છે ..?

રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગમાં ચાલતા અંધેર વહીવટની અગાઉ વારંવાર ચર્ચા સંભળાઈ હતી ત્યારે હાલ એક નવી પોલ બહાર આવી છે જેમાં નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના પુરવઠાના દુકાનદારોને જાન્યુઆરી મહિનામાં તેલનો જથ્થો આપવા જણાવ્યા બાદ બંને તાલુકાના 100 જેવા દુકાનદારોએ અન્ય જથ્થાની પરમીટ સાથે તેલનો જથ્થો નોંધાવી તેના લાખો રૂપિયા ભરપાઈ કર્યા બાદ તે પૈકી માત્ર 25 જેવા દુકાનદારોને તેલનો જથ્થો ફળવાયો બાકીના પાસે પૈસા લેવા છતાં તેલ ન આપ્યું અને ભરેલા પૈસાનું પણ હજુ સુધી રિફંડ ન મળતા આ માટે વારંવાર રજુઆત કરાઈ છતાં હજુ રિફંડ ના કોઈ ઠેકાણા નથી જોકે આ બાબતે અમારા પ્રતિનિધિ એ નાંદોદ પુરવઠા ના.મામલતદાર વિપુલ મકવાણા સાથે વાત કરી તો એમને જિલ્લા પુરવઠા કચેરીના ના.મામલતદાર સંજય દિવાકર સાથે વાત કરવા જણાવતા તેમને ફોન ઉપાડ્યા બાદ અમારા પ્રતિનિધિએ પત્રકાર તરીકેની ઓળખાણ આપતાંજ સામેથી ફોન કાપી નાખ્યો કે કપાઈ જતા ફરી કોલ કરતા ફોન સ્વીચ ઓફ આવતો જણાયો હતો ત્યારે આ બાબત શંકા ઉપજાવે એવી લાગી જો આ બાબતની જિલ્લા કક્ષાએ થી પણ માહિતી આપવામાં પુરવઠા ખાતું રમત રમતું હોય એમ લાગ્યું ત્યારે દુકાનદારોને રિફંડ કેમ અપાયું નથી એ બાબતે અનેક શંકા ઉપજાવે તેમ લાગ્યું હતું .શું દુકાનદાર ના લાખો રૂપિયાનું રિફંડ અપાવવામાં જિલ્લા પુરવઠા અધિકારી કે કલેક્ટર દરમિયાનગીરી કરી તપાસ કરશે…? કે હજુ આ રૂપિયા માટે દુકાનદારો ધક્કે જ ચઢશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY