સુરત જિલ્લા માં કેમિકલ ચોરી એ કર્યો વિકાસ?

0
458

સુરત જિલ્લા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેમિકલ ભરેલા ટેન્કરો ની આવનજાવન ચોવીસ કલાક રહે છે ત્યારે સુરતના હજીરા,ભરૂચ ના દહેજ ઉપરાંત ના મહાકાય કેમિકલ ઉદ્યોગો માંથી રોજના હજારો ટેન્કર કેમિકલ નું ટેન્કરો દ્વારા વહન થાય છે ત્યારે આ ટેન્કરો માંથી ડ્રાઇવેરો ની મિલીભગત માં સુરત જિલ્લા માંથી પસાર થતા હાઇવે પર ચર્ચાય છે કે કોસંબા અને કડોદરા પલસાણા પાસે કેટલાક કેમિકલ માફિયાઓ રાતના સમયે આ કેમિકલ ટેન્કરો માંથી કંપનીઓ ના વહન થતા મોંઘા કેમિકલો ની ચોરી બેરોકટોક થતી હોવાનું જાણવા મળે છે ત્યારે ન કરે નારાયણ અમદાવાદ માં અગાઉ થયેલ લઠ્ઠાકાંડ જેવી ઘટના ફરી બને તો જવાબદારી કોની? કેમકે હાલ ગુજરાત માં ઇલેક્સન નો માહોલ છે દેશી વિદેશી દારૂ મળતો નથી ત્યારે અગાઉ પણ સુરતમાં પણ મિથેનોલ મિશ્રિત દારૂ ને કારણે કેરલકે જીવ ગુમાવ્યા હતા ને પોલીસ બેડામાં આઈજી શમસેરસિંહ ને તાત્કાલિક મુકવા પડ્યા હતા જે વાત હજુ પ્રજા માંડ ભૂલી છે ત્યારે ફરી કોસંબા અને પલસાણા વિસ્તાર માં કેમિકલચોરો બિન્દાસ્ત થઈ સક્રિય થયા હોવાની વાતમાં સત્ય હોય તો આ ચેમિકલ ચોરી માં કોના ચારહાથ છે? દારૂ જુગાર પકડવા ચોવીસ કલાક દોડી જહેમત ઉઠાવતી રાજ્ય ડીજીપી ની બ્રાન્ચ ને આ કેમિકલ ચોરો ન પકડવામાં કોની સૂચના છે તે તપાસ માંગી લેતો વિષય છે ત્યારે સામી ચૂંટણીએ વડોદરા થઈ વાપી અને સોનગઢ સુધી ના હાઇવે પર સઘન ચેકીંગ ધરી આવા કથિત કેમિકલ ચોરો ને જેર કરવા જરૂરી છે અન્યથા કોઈ મોટી જાણ હાની ની ઘટના ન બને તે જરૂરી છે અન્યથા રાજ્ય સરકાર પર પસ્તાળ પડે તો નવાઈ નહીં?

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY