સાગબારાના સેલંબા ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે મારામારી 

0
22

પંચાયતની જમીન પર ગેર કાયદેસર મકાન બાંધી રહો છો કહી જાનથી મારી નાખવાની ધમકી 

રાજપીપળા : સાગબારાના સેલંબામાં જમીન બાબતે બે પરિવારો બાખડ્યા જેમાં એક પાડોશી દ્વારા તે પંચાયતની જમીન પર  ગેર કાયદેસર મકાન બાંધી રહો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે .

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારાના સેલંબા ગામના જમાદાર ફળિયું માં રહેતા નબીમહંમદ ફયાજમહંમદ શેખે સાગબારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે સેલંબા ખાતે સીટી સર્વે નંબર-170 વાળી જમીન આવેલ છે. જે જમીનમાં સેલંબા ગ્રામ પંચાયતના દફતરે ઘર નંબર 1/22 થી કાચુ તથા પાકૂ મકાન આવેલ જેમાં નબીમહંમદનું પરિવાર રહે છે ત્યારે ગામનાજ નજીર ગુલામરસુલ મકરાણી નબીમહંમદને તમારુ મકાન અને ઘર આવેલ છે તે જગ્યા પંચાયતની છે અને તમારી નથી તેમ કહી હેરાન પરેશાન કરી નબીમહંમદની પત્ની શહીદબીબીને ગમે તેમ ગાળો આપી કહેલ કે તમારૂ મકાન અને ઘર આવેલુ છે. તે પંચાયતની જગ્યા છે નહી કે તમારા બાપની તમે લોકોએ ગેર કાયદેસર રીતે કબ્જો જમાવી બેઠા છો હું તમને છોડવાનો નથી અને તમારૂ મકાન અને ઘર આવેલ છે. તે જગ્યા ઉપર બાલવાડી, ગાર્ડન અને ઓફિસ બનાવવની છે. અને તારા પતિ ને કહી દેજે કે મકાન અને ઘર ઉખેડી લે નહી તો ભોગવવા તૈયાર રહે અને મને એકલ-દોકલ મળશે તો તેને હું જીવતો નહી છોડુ અને જાનથી મારી નાખીશ તેવી ઘમકીઓ આપી ગુનો કર્યો જે બાબતની ફરિયાદ સાગબારા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY