ગામની દુકાને ચોખા લેવા જવાની ના કહેનાર ભાઈ ને બીજા ભાઈએ ધારિયું મારી ફેક્ચર કર્યું
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રહેતા બે ભાઈ પૈકી એક ભાઈને ગામની દુકાન ઉપરથી ચોખા લાવવા જણાવતા એણે દુકાને જવાની ના કહેતા અકળાયેલા ભાઈએ ઉશ્કેરાઈ જઈ ભાઈને ધારિયું મારી દેતા ઇજા થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર જીયોરપાટી ગામના કિરીટ રાવલજી વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેના ભાઈ ગિરીશે તેને ગામની દુકાનેથી ચોખા લઇ આવવાનુ જણાવતા કિરીટ એ દુકાને ચોખા લેવા જવાની ના પાડતા ગિરીશ એકદમ ઉસ્કેરાઇ જઇ ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી ઘરમા પડેલ ધારીયુ લઇ આવી કિરીટને ડાબા હાથના કાંડાના નજીક હથેળી ઉપર તથા ખભાના નીચેના ભાગે ધારીયુ મારતા ડાબા હાથની હથેળી નો ભાગ કાપી નાંખી તેમજ ડાબા હાથના કાંડા નજીક ફેકચર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે આ બાબતે ગિરીશ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .તપાસ પીએસઆઇ આર એસ ત્રિવેદી કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




