રાજપીપળા : ડેડીયાપાડા ના વાંદરી ગામમાં રહેતી સુમિત્રા કાલિદાસ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ પોતે ઘરના ઓટલા પર બેઠી હતી એ સમયે તેના કાકા સસરા પારસીંગ સીંગાભાઇ વસાવાએ તેની એકલતાનો લાભ લઇ હાથ પકડી ખરાબ ઇરાદાથી તુ ઘરમા ચાલ તેમ કહી ખેંચવા લાગેલ પરંતુ સુમિત્રા ઉભી થયેલ નહીં અને જણાવેલ કે હુ અંદર આવતી નથી અને હુ આ બાબતની વાત મારા ધણીને કહી દઇશ તેમ જણાવતા કાકો સસરો એકદમ ઉશ્કેરાઇ નજીકમા પડેલ લાકડુ લાવી સુમિત્રાના બરડા તથા કમરના ભાગે સપાટા મારી ઇજા પહોંચાડી તથા છાતીના ભાગે લાત મારી ઇજા પહોંચાડી હોય આ બાબતે ફરિયાદ બાદ ડેડીયાપાડા પોલીસે પારસીંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



