લખનૌ,તા.૧૧
ઉત્તરપ્રદેશ તથા ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી અત્યાર સુધી ૧૧૨ લોકો મોતને ભેટ્યા છે. આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કડક વલણનાં પગલે યુપી પોલીસે ૨૧૫થી વધુ લોકોની ધરપકડ કરી છે. સાથે જ યોગી સરકારે મામલાની તપાસ માટે ADG રેલવે સંજય સિંઘલની આગેવાનીમાં SITની રચના કરી છે. કુશીનગરનાં તમકુહીરાજનાં સીઓ અને સહારનપુરમાં દેવબંદનાં સીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી ૨૯૭ કેસ નોંધવામાં આવ્યા છે. તમામ અધિકારીઓનાં સસ્પેન્ડ કર્યા પછી રવિવારે ૪૬ પોલીસકર્મીઓને હાજર કરાયા હતા. ઝેરી દારૂ પીવાને કારણે સહારનપુરમાં ૫૨, મેરઠમાં ૧૮ અને કુશીનગરમાં ૧૦ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડનાં રુડકી અને હરિદ્વારમાં ૩૨ લોકોનાં મોત થયા છે
રવિવારે લઠ્ઠાકાંડ પર યુપીનાં એક્સાઈઝ મંત્રી જયપ્રતાપ સિંહે કહ્યું કે, સહારનપુર અને કુશીનગરમાં બનેલી ઘટનાઓ પાછળ કારણ અલગ-અલગ છે. સહારનપુરમાં લોકો એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડ ગયા હતા, જ્યાં તેમને ઝેરી દારૂનું સેવન કર્યુ હતુ. જ્યારે તેઓ પરત ફર્યા તો મૃત્યુઆંક વધી ગયો હતો. સિંહે જણાવ્યુ કે કુશીનગરમાં લઠ્ઠાનાં મુખ્ય આરોપી રજિંદર જેસવાલની ધરપકડ કરવામાં આવી છે. કુશીનગરનાં દોષી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



