પૂર્વ કલેકટરે તપાસ કરાવી 45 લાખ મંજૂરી માટે મુક્યા હતા
રસ્તો ન હોવા છતાં ખેડૂતોએ જગ્યા છોડી સમજૂતીથી રસ્તો બનાવ્યો હતો: હાલ પંચાયતે નરેગા હેઠળ સરખો કરાવ્યો
રસ્તો નથી છતાં આડેધડ બનતી સોસાયટીઓ કઈ રીતે બને છે…?આજ પગદંડી રસ્તા પર સોસાયટીનું એન્ટ્રન્સ રાખે છે તો એમને પરમિશન કોણ આપે છે…?
રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલ વડિયા ગામ હાલવિકાસના પંથે છે ત્યારે વડીયા થી સીધો રાજપીપળા કેવડિયા મુખ્ય હાઇવેને જોડતો એક પગદંડી રસ્તો છે જે આજે પણ કાચો છે જૉ એ પાકો બની જાય તો હજારો લોકો અને અનેક ગામોની અવરજવર વધી જાય જેથી ગ્રામજનો આ રોડની માંગ કરી રહ્યા છે. લોકોની માંગને આધારે તત્કાલીન જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા એ સર્વે કરાવી 45 લાખ રૂપિયાના રોડની મંૂી માટે સરકારમાં લખાણ કરી ગ્રાન્ટ માંગી હતી. જોકે તેમની બદલી થઇ જતા આ વાત હાલ અભરાઈ પર ચઢી ગઈ હશે જેથી ગ્રામજનો એ ફરી માંગ ઉઠાવી વડીયા ગામનો આ રસ્તો પાકો કરવા માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પર સોસાયટીઓ બનતી હોય જેમના માલ સામાન માટે મોટી ટ્રકો અવર જવર કરે છે જેને કારણે આ રોડ ખોદાઈ જાય છે ત્યારે ખાનગી સોસાયટીઓને કારણે ખરાબ થયેલ રસ્તો હાલ નરેગા હેઠળ ગ્રામપંચાયતે 50 મજદૂર લગાવી સરખો કરાવ્યો. ત્યારે હાલ કાચા રસ્તે પણ અવરજવર થાય એવો રોડ છે પરંતુ હાલ લોકો પાકા રસ્તોની માંગણી કરી રહ્યા છે.
બોક્ષ : સરકારી ચોપડે રસ્તો નથી બોલતો તો સોસાયટીઓ વાળાને એન.એ ની પરમિશન અને બાંધકામની પરમિશન કોણ આપે છે.?
જાણવા મળ્યા મુજબ વડીયા ગામનો આ કાચો રસ્તો સીટી સર્વેના ચોપડે બોલતો નથી, છતાં ગામની સીમમાં આવેલ ખેતરોમાં બિલ્ડરોને સોસાયટી બનાવવા એન .એ .ની અને બાંધકામની પરમિશન કેમ અપાય છે…? જો આ રોડ જ્યાં સુધી સરકારી ચોપડે બોલતો ના થાય ત્યાં સુધી આ રોડ પર બનનારી એક પણ સોસાયટી કાયદેસર ગણાય ખરી? સોસાયટીના મોટા બંગલા ભલે બને પણ જશે ક્યાંથી આવી અનેક સમસ્યા આ રોડ સાથે જોડાયેલી છે.છતાં ત્યાં આડેધડ સોસાયટીઓ ઉભી થઈ રહી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





