ચૂંટણી ઢંઢેરામા કરેલા વાયદા પૂરા કર્યા હોત તો આજે ભારત વિશ્વમાં સૌથી આગળ હોત : રાજનાથસિંહ

0
5

ન્યુ દિલ્હી,તા.૮
સંકલ્પ પત્ર અંગે માહિતી આપતા રાજનાથસિંહે ર૦રર સુધી ૭પ સંકલ્પ પૂરા કરવાનો દાવો પણ કર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી વખતે દરેક પક્ષો જુદા જુદા નામે મેનિફેસ્ટો જાહેર કરીને જાતભાતના વાયદા કરવામાં આવે છે. તેમણે કોંગ્રેસનુ નામ લીધા વિના કહ્યું કે અત્યાર સુધીના ચૂંટણી ઢંઢેરાના વાયદા પૂરા કર્યા હોત તો અત્યારે ભારત વિશ્વમાં સૌથી આગળ હોત. સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ જણાવતા સૌપહેલા રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ મુકિયો હતો. આતંક સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ રહેવાનો વાયદો કર્યો હતો.
ઘુસણખોરી રોકવા જે પણ કરવુ પડશે તે કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ પાસ કરવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો. આ ઉપરાંત કલમ ૩પ એ હટાવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. જો કે આર્ટિકલ ૩૭૦ હટાવાનો કઇ વાયદો કરવાને બદલે જનસંઘ વખતના દ્દષ્ટીકોણની વાત કરીને સ્પષ્ટતા પૂર્વક લખવાનુ ટાળવામા આવ્યુ છે. તો કોમન સિવિલ કોડ મુદ્દે પણ જૂના સ્ટેન્ડને વળગી રહ્યાનુ સંકલ્પ પત્રમાં કહેવાયુ છે.
ઉલ્લેખનીય છે કે રાજનાથસિંહે સંકલ્પ પત્ર અંગે બોલતા બીજા નંબરે રામ મંદિર મુદ્દે કહ્યું કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બને તેટલુ જલદી રામ મંદીર બનાવીશુ. રામમંદીરના નિર્માણ માટે તમામ સંભાવનાઓને ચકાશવાનો તેમણે વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. ભાજપના સંકલ્પ પત્રમાં પોણા બે લાઇનમાં રામમંદિરનો મુદ્દો સમાવાયો છે. જેમાં લખ્યુ છે કે રામમંદિર પર ભાજપ તેનુ વલણ દોહરાવે છે. બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યામાં ઝડપથી રામમંદિર નિર્માણ માટે તમામ શકીયતાઓ ચકાસવાની અને તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY