વચેટિયા હટાવવા મોદી સરકારે ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા છતાં નર્મદામાં અમુક ખાતામાં વચેટિયા યથાવત ….?!

0
88

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પુરવઠા દુકાનદારો પાસે હપ્તા ઉઘરાવનાર વચેટિયા કોણ…? 

અગાઉ વર્ષો સુધી માસિક 2500/- બાદ હાલ ચારેક મહિનાથી માસિક 2000/- નું ઉઘરાણું કરવામાં આવતું હોવાની બૂમ 

સરકારે પુરવઠામાં તમામ બાબત ઓનલાઇન કરી હોય કાળા બજાર સદંતર બંધ હોવા છતાં અધિકારીઓના નામે હપ્તા લેતો વ્યક્તિ કોના માટે ઉઘરાણું કરે છે …?

રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ ઘણા સમયથી બદનામીનો તાજ પેહરી રહ્યું છે ત્યારે સરકારે તમામ બાબત ઓનલાઇન કરવા છતાં દુકાનદારો પાસે માસિક હપ્તા ઉઘરાવનાર વચેટિયા કોના માટે ઉઘરાણું કરે છે…? શું કોઈ અધિકારીએ આ વ્યક્તિને છૂટ આપી છે…? જાણવા મળ્યા મુજબ અગાઉ દર મહિને 2500/- રૂપિયાનું ઉઘરાણું કરતો વ્યક્તિ હાલ ચારેક મહિનાથી 2000/- રૂપિયા ઉઘરાવે છે તેનું કારણ ઓનલાઇન થવાથી કોઈ દુકાનદાર કાળાબજાર કે અન્ય કોઈ બાબતે પૈસા કમાતો નથી માત્ર કમિશન પર નભે છે માટે 500/- રૂપિયા ઘટાડ્યા હોવાની વાત દુકાનદારોમાં ચર્ચાએ છે ત્યારે સવાલ એ થાય છે કે આ ઉઘરાણું કયા અધિકારી માટે કરવામાં આવે છે …? કે પછી અધિકારીઓના નામે વચેટીયાઓ પોતાના ખિસ્સા ભરે છે…?અને જો દુકાનદારો હપ્તા આપવા આનાકાની કરે તો તેમને તપાસ અને ખોટા કેશ કરવાની ચીમકી આપવામાં આવતી હોય નછૂટકે હપ્તા આપવા પડતા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે મોદી સરકારમાં વચેટિયાઓ હટાવવા ગરીબ કલ્યાણ મેળા જેવા અનેક કાર્યક્રમો કરનાર સરકારના મંત્રીઓને પુરવઠા કે આવા કેટલાક હપ્તા ઉઘરાવતા કર્મચારીઓ કે વચેટિયાઓ કેમ દેખાતા નથી…? શું આ વિકાસ છે…?

મારી પાસે આવી કોઈ વાત આવી નથી છતાં હું તપાસ કરાવીશ : જિલ્લા પુરવઠા અધિકારી (કે.ડી.ભગત )

કયો વચેટીયો પૈસા ઉઘરાવે છે અને તમને કોને કહ્યું એનું મને નામ આપો કેમ કે અત્યાર સુધી આવી કોઈ વાત મારા ધ્યાન પર  આવી નથી છતાં કોઈ ઉઘરાણું કરતું હોય તો મને તમે નામ આપો હું તપાસ કરીશ ત્યારે અમારા પ્રતિનિધિ એ જણાવ્યું કે એ તમારી તપાસનો વિષય છે તેમ જણાવતા જિલ્લા પુરવઠા અધિકારીનો ચાર્જ સંભાળતા કે.ડી.ભગત એ તપાસ કરવા જણાવ્યું હતું 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY