સાગબારા પોલીસે ચીકાલી પાસેથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો.

0
74

ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર માંથી સાગબારા થઈ દારૂ ઘૂસાડતાં તત્વો સામે પોલીસ વિભાગની લાલ આંખ 

હોન્ડા સિવિક ગાડીમાં દારૂનો જથ્થો ભરી જતા સાગબારા પોલીસે દારૂ , ગાડી સહીત કુલ રૂપિયા 2.27 લાખના મુદ્દામાલ સાથે એકને જબ્બે કર્યો 

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારાના ચિકાલી પેટ્રોલ પમ્પ પાસે સાગબારા પોલીસે વોચ રાખી દારૂ લઈ જતી એક ગાડી સાથે એક વ્યક્તિને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો .

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસ ગતરોજ ચિકાલી પેટ્રોલ પમ્પ પાસે પેટ્રોલિંગ માં હતી ત્યારે ત્યાંથી પસાર થતી હોન્ડા સિવિક ગાડી નં.જી જે 5 સીજી 8876 ને અટકાવી તેની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ 265 ક્વાંટરીયા જેની કિંમત 26,500 તથા એક મોબાઈલ ની કિંમત 500 સાથે ગાડીમાં બેઠેલો મયુર ગુલાબરાવ મોરે રહે, મંદાના તા.શાહદા જિલ્લો .નંદુરબાર ને દારૂ તેમજ હોન્ડા સિવિક ગાડી જેની કિંમત 2 લાખ મળી કુલ રૂપિયા 2,27,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY