પૈસાની લાલચમાં નવા લગ્ન કરવા કુંવારી બની લાખો રૂપિયા લઈ ભાગતી મહિલા એ હાલ મહેસાણા જિલ્લાના ઊંઝાના એક વ્યક્તિને જાળમાં ફસાવી 1.25 લાખ લઈ ફુલહાર કર્યા બાદ રાજપીપળા એસટી ડેપો માંથી ફરાર થતા ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં અગાઉ પણ વારંવાર પૈસા લઈ લગ્ન કરી ઠગવાના કિસ્સા પ્રકાશ માં આવ્યા હતા જેમાં અમુક વ્યક્તિઓની ટોળકી દ્વારા યુવકો ને છેતરવાની ઘટના સામે આવી હતી ત્યારે હાલ આવીજ એક વધુ ફરિયાદ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને નોંધાઈ છે .
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના ઊંઝાના જીતેન્દ્ર ઈશ્વરલાલ લીમ્બાચીયા એ આપેલી ફરિયાદ મુજબ ગીતાબેન તેનું સાચુ નામ કમલી હોય એ પહેલેથી પરણીત અને બે સંતાનોની માતા હોવાનું જાણવા છતા આજથી નવેક માસ ઉપર પણ સોમનાથ બાજુ કોઈ છોકરા સાથે લગ્ન કરી ત્યાં ચારેક દિવસ રહી ભાગી આવેલ હતી એ બાબતે વકીલ સાજીદભાઈ તથા ગૌતમભાઈ પટેલ તથા ગીતાબેનના પિતા તરીકે ઓળખ આપનાર ઇશ્વરભાઈ ફુલજીભાઈ તડવી તથા અર્જુનભાઈ બચુભાઈ તડવી તથા જયેશભાઈ મણીલાલ તડવી રહે.બરોલી તા.નસવાડી તેમજ જયેશભાઈ રણછોડભાઈ વસાવા રહે.રેગણ કોલોની તા.તિલકવાડા તથા કન્તિભાઈ તડવી રહે તિલકવાડા જાણતા હોવા છતા આ લોકો પોતાના આર્થિક ફાયદા માટે કમલી નામની મહિલા જે પરણીત હોય તેણે ગીતાબેન નામ ખોટુ રાખી પોતે અપરણીત હોવાનુ જણાવી જયેશભાઈ રણછોડભાઈ વસાવા દ્વારા જીતેન્દ્ર લીમ્બાચીયાને વાડી ગામે રહેતા ઇશ્વરભાઈ ફુલજીભાઈ તડવી જેઓ ગીતાબેનના પિતા હોવાની તેમજ જયેશભાઈ મણીલાલ તડવી રહે.બરોલી તા.નસવાડી ગીતાબેનના ભાઈ હોવાની ખોટી હકીકત જણાવી ઝરીયા વાડી ગામે જીતેન્દ્ર સાથે કમલીબેને ગીતાબેન હોવાનુ ખોટુ નામ જણાવી પોતે અપરણીત હોવાનુ કહી ઉપરોક્ત તમામે સાચી હકીકત નહી જણાવી ફરિયાદી જીતેન્દ્ર સાથે ગીતાબેનના લગ્નના સોદા માટેની રકમ રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર લઇ ગીતાબેન સાથે મારી ફુલહાર વીધી કરાવી ગીતાબેન દ્વારા લગ્ન બાદ તેના વતન ખાતે પગે લાગવાનું જણાવતા અમે ઉઝાથી રાજપીપલા ડેપોમા બસમાથી નીચે ઉતરતા મને પેશાબ કરવાનુ જણાવતા હુ પેશાબ કરવા જતા લાગ જોઈ ભાગી ગઈ હતી માટે આ તમામની મીલીભગત થી જીતેન્દ્રભાઈ સાથે વિશ્વાસધાત તેમજ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને આપતા પોલીસે કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તપાસ ગરુડેશ્વર પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





