રાજપીપળા નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિનાની કડક વેરા વસુલાત બાદ 120.30 લાખની વસુલાત 

0
56

ફેબ્રુઆરી મહિનામાં ફક્ત 50% વસુલાત બાદ પાલિકા ચીફ ઓફિસરની કડક સૂચનાથી 7 મિલકતો સીલ મરાઈ જયારે 15 જેવા નળ કનેકશન કાપતા 70% ની વસુલાતનો ટાર્ગેટ પૂર્ણ 

રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા લાખોના બાકી વેરા માટે મિલકતદારો સામે કડક કાર્યવાહી બાદ હાલ 70 ટકા વેરા ની વસુલાત થઈ હોવાનું જાણવા મળ્યુ છે .

રાજપીપળા શહેરમાં નગર પાલિકાના બાકી વેરા વસુલાત કરતા 171.60 લાખના કુલ બાકી વેરા માટે ઉઘરાણી કરતા ફેબ્રુઆરી મહિનામાં ફક્ત 50% જેવી વસુલાત થઈ હતી ત્યારબાદ પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ સ્ટાફને કડક સૂચના આપતા વસુલાત કડક કરતા 7 મિલકતો સીલ મારવામાં આવી અને 15 જેવા નળ કનેકશન કાપી નાખતા આ કડકાઈ બાદ લોકો દોડ્યા અને હાલ છેલ્લા દોઢ મહિનામાં 70% વસુલાતનો લક્ષ પૂર્ણ કરાયો છે હજુ આગામી દિવસોમાં લોકસભા ની ચૂંટણી બાદ બાકી વેરાની વસુલાત માટે પાલિકા ટિમ કડક બનશે એમ અમિત પંડ્યા એ જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY