JKની રાજ્ય પ્રશાસનિક પરિષદે રાજ્યની રણબીર પીનલ કોડમાં સંશોધન પારિત કર્યુ
શ્રીનગર,તા.૧૫
જમ્મુ-કાશ્મીરની રાજ્ય પ્રશાસનિક પરિષદે રાજ્યની રણબીર પીનલ કોડમાં એક સંશોધન પારીત કર્યું છે. હવે સિવિલ સર્વન્ટ્સ અથવા ઉચ્ચ પદો પર બેઠેલા લોકો દ્વારા પોતાની નીચે કામ કરનારી મહિલાઓના જાતીય શોષણને અલગથી ગુનો માનવામાં આવશે. આ કાયદાકીય સંશોધન બાદ સેક્સટોર્શનને અલગથી ગુનો જાહેર કરનારું જમ્મુ-કાશ્મીર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસનિક પરિષદની બેઠક રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
તેમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન –સંશોધન બિલ-૨૦૧૮ અને જમ્મુ-કાશમીર ક્રિમિનલ લા-સંશોધન બિલ-૨૦૧૮ને પારીત કરવામાં આવ્યું હતું. આ ખરડાથી રણબીર પીનલ કોડમાં સંશોધન કરવામાં આવશે અને કલમ-૫૩-એ હેઠળ વિશેષ ગુનાની શ્રેણીમાં તેને સામેલ કરવામાં આવશે. તેની સાથે હવે સેક્સટોર્શન અથવા હેરાનગતિ ગુનો માનવામાં આવશે. આ જાણકારી જમ્મુ-કાશ્મીર પ્રશાસનના સત્તાવાર પ્રવક્તાએ આપી છે.
પ્રવક્તાએ કહ્યું હતુ કે સેક્શન-૧૫૧, ૧૬૧ શિડ્યુલ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટની કલમ ૫૩-એમાં સંશોધન થઈ રહ્યું છે. તેની સાથે સેક્સટોર્શન રણબીર પીનલ કોડમાં આવી રીતે અન્ય અપરાધોની શ્રેણીમાં આવી જશે. તેની સાથે જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં પણ દુર્વ્યવહારની વ્યાખ્યા બદલવામાં આવશે અને નવા કાયદા મુજબ વર્કપ્લેસ પર જાતીય સંબંધોની માગણીને કલમ-પાંચની વ્યાખ્યા અંતર્ગત લાવવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




