ભૂમાલિયા પાસે ગાય વચ્ચે આવી જતા બાઈક સવારો પડ્યા : એકનું મોત એક ઘાયલ 

0
8

ગડોદ ગામના બે યુવાનો બાઈક લઈને કેવડિયા આવતા રસ્તામાં ગાયને બચાવવા જતા જીવ ગુમાવ્યો

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ગડોદ ગામના બે યુવાનો બાઈક લઈને કેવડિયા આવતા રસ્તામાં ભૂમાલિયા પાસે ગાય વચ્ચે આવી જતા બંને બાઈક સવારો પડ્યા જેમાં એકનું મોત નીપજ્યું જયારે બીજો ઘાયલ થતા બાઈક ચાલાક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના ગડોદ ગામે રહેતા સંજય મોહન તડવી અને અરૂણ કાનજી તડવી બંને કોઈ કામ માટે કેવડિયા કોલોની આવતા હતા જેમાં સંજય બાઈક ચલાવતો હતો અને પાછળ અરુણ બેઠો હતો, ભુમલિયા ગામ નજીક આવતા એક ગાય રસ્તો ક્રોસ કરતા આ બાઈક સવારો ની અડફેટે આવી જેમાં પુરઝડપે આવતી બાઈક ગાય સાથે ભટકાતા સંજયે બાઈક ના સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા બાઈક પરથી રસ્તા માં પછડાયા જેમાં બંને ને હાથ, પગે અને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થઇ બંને ને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા જ્યા સારવાર દરમ્યાન અરુણ કાનજી તડવી નું મોત થયું હતું.કેવડિયા પોલીસે આ બાબત ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY