રાજપીપળા નગરપાલિકા દ્વારા ફાયર ડે નિમિત્તે શહિદ જવાનોને શ્રદ્ધાંજલી રૂપે રેલી નીકળી 

0
42

રાજપીપળા : 1968 થી 14 એપ્રિલ ના દિવસને ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે .

રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ બોમ્બે શિપયાર્ડમાં ફાયરના 50 જેટલા જવાનો શહીદ થયા હતા એમને શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે રાજપીપળા નગર પાલિકાના ફાયર ફાયટરો એ એક શ્રદ્ધાંજલિ રેલી કાઢી તમામ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી રાજપીપળા નગરપાલિકા ખાતેથી નીકળેલી આ શ્રદ્ધાંજલિ રેલીમાં ફાયર વિભાગના ઇન્ચાર્જ મુકેશભાઈ સોલંકી, ફરીદભાઈ  રાઠોડ અને ફાયર ની ટિમ દ્વારા અલગ અલગ ફાયરના વાહનો સાથે જોડાયા હતા અને આ રેલીને રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફેરવી શહિદો ને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી .

ચીફ ફ.રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY