અંબાજી,તા.૨૭
છેતરપિંડી કરનારા અને માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવાની તકની રાહ જાતાં વ્યક્તિઓને ક્યારેય કોઈ વ્યક્તિ કે ધર્મ સાથે નિસબત હોતી નથી. આવી જ એક ઘટના બની છે અંબાજીમાં રહેતાં ચૂંદડીવાળા માતાજી સાથે. ચૂંદડીવાળા માતાજીએ ધર્મશાળા બનાવવા માટે એક જમીન ખરીદી હતી. અને આ જમીન લેવા માટે તેમણે ૧.૨૦ કરોડ રુપિયા ચૂકવ્યા પણ હતાં. પરંતુ ભદ્રેશ પંડ્યા નામના એક વ્યક્તિ આ જમીન આપવા માટે ચૂંદડીવાળા માતાજી પાસેથી પૈસા લીધા તો ખરાં પરંતુ તેમને જમીન ન આપી.
સમગ્ર મામલે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ અંબાજી પોલીસ મથકે તેમ જ ડીજીપીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ભદ્રેશ પંડ્યા નામના વ્યક્તિએ ચૂંદડીવાળા માતાજીને જમીન લેવી હતી તે માટે તેમની પાસેથી ૧.૨૦ કરોડ રુપિયા તો લઈ લીધા પરંતુ જમીન આપી નથી. ત્યારે સમગ્ર મામલે ડીજીપીને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



