રાજપીપળાની કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાની બૂમ બાદ શું થયુ….? જાણો 

0
195

તારીખ 8 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી ચાલેલી આ પરીક્ષાના અંતિમ દિવસે છેલ્લા પેપરનો 30 જેવા વિદ્યાર્થીઓએ આ ગેરરીતિ ના વિરોધમાં બહિષ્કાર કરી અંતિમ પેપર છોડી ચાલ્યા ગયા હતા છતાં મેનેજમેન્ટ મૌન રહેતા કોની સંડોવણી કે કોના ઇસારે આ ગેરરીતિ થઈ હશે એ શંકા 

જોકે સત્તાધીશો આ વાતને નકારો આપી તપાસ કરાવવાની વાત કરે છે એ કેટલી સાચી અને આ બાબતે પ્રામાણિકતાથી તપાસ થશે ખરી તેવો વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યા છે .

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં હાલમાં ચાલુ પરીક્ષામાં ગેરરીતિનો કિસ્સો બહાર આવ્યો હોય શિક્ષણ વિભાગ માં ભારે ચર્ચા પકડી છે .

હાલમાં TYBSc.ની ચાલુ પરીક્ષામાં જવાબવહી આંશર સીટ બારકોડ સ્ટીકર સાથે એકદમ કોરી બહાર આવી આખું પેપર સોલ થયા બાદ પરીક્ષા ખંડમાં જેતે નક્કી કરેલા વિદ્યાર્થીના સીટ નંબર લખાયને અન્ય વિદ્યાર્થીઓની આંશર સીટ સાથે મુકાય જવાની ઘટના પરીક્ષાના પહેલા પેપરથી જ બની રહી હોવાની જાણ તેની કોરી આન્સર સીટના પુરાવા સાથે મળતા અનેક સવાલ ઉભા થયા હતા.

ત્યારે આ બાબતે એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલાને આ બાબત પૂછતાં આવો કોઈ બનાવ અહીં બન્યો નથી તેમ જણાવ્યું હતું પરંતુ જ્યારે ઓરીજનલ કોરી આન્સર સીટ બારકોડ સ્ટીકર સાથે આચાર્યને બતાવતા આ ઘટનાની અમે તપાસ કરાવીને જરૂર પગલાં લઈશુ તેમ તેમણે જણાવ્યુ હતું તેમજ ત્યાંના પરીક્ષાના સુપરિટેન્ડન્ટ શ્રીમતિ મધુબેન વસાવાને આ બાબતે પૂછતાં આવી કોઈ ઘટના બની હોય તેની અમને કોઈ જાણ નથી અને અહીંયા અમારી દેખરેખ માજ બધું કાર્ય થતું હોય છે જેથી અમે આની તપાસ કરાવીશું તેવી ખાતરી આપી હતી

આશ્ચર્યની વાત એ છે કે સુરત યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ ના થાય તેની દેખરેખ માટે ઓબસર્વ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે પરંતુ જ્યારે  તેમને આ ગેરરીતિ બાબતે પૂછ્યું ત્યારે હું આનો કોઈ જવાબ આપીશ નહીં તેમ કહી મીડિયા થી દુર ભાગીને કોલેજ ના કોઈ રૂમમાં આ અધિકારી જતા રહ્યા હતા તો એ શું સુચવે છે…?!

આ કોલેજમાં TYBSc ના વિષયની જ પરીક્ષા આપતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે પહેલા પેપરથી જ આ કોલેજં આવી ગેરરીતિ ચાલી રહી છે સગા કે ઓળખીતા હોય તેમજ અમીર લોકોના બાળકોના સમયે પરીક્ષા ખંડના કેમેરા બંધ કરી દેવામાં આવે છે અને એકજ વિષયના બે વિદ્યાર્થી ઓને સાથે બેસીને પરીક્ષા આપવા દેવામાં આવે છે તેમજ આ ગેરરીતિમાં કોઈ વિદ્યાર્થી ઓબસર્વ ઓફિસમાં જઈ શકતો નથી તો ગણતરીની આવેલ જવાબવહી બહાર કોણે પહોંચાડી હશે….? એ મોટો સવાલ છે. ત્યારે આ ગેરરીતિમાં આ કોલેજમાં કોની કોની મિલિભગત હોય શકે છે અને તેની તટસ્થ તપાસ થવી જોઈએ નહીંતર આ પરીક્ષા રદ કરી પુનઃ પરીક્ષા લેવી જોઈએ જેથી કોઈ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય તેમ અન્ય વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું હતું .

રાજપીપળામાં આવેલ એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય હાલમાં ચાલી રહેલી ગેરરીતિને ધ્યાનમાં લઈને ટ્રસ્ટી કે યુનિવર્સીટી દ્વારા કડક પગલાં ભરવામાં આવે અને ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગણી પણ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. 

કેટલાક પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે આ ગેરરીતિ બાબતે તેમણે યુનિવર્સીટી ખાતે એક મેલ પણ કર્યો હતો છતાં કોઈજ પગલાં ન લેવાતા અનેક સવાલ ઉભા થાય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY