વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, ઈયોન માર્ગન સુકાનપદ સંભાળશે

0
20

લંડન,તા.૧૭
૩૦ મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થવા જઇ રહેલા વર્લ્ડ કપ માટે બુધવારનાં રોજ યજમાન ઇંગ્લેન્ડે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઈયોન માર્ગન ટીમની કેપ્ટનશિપ કરશે. જાસ બટલરને વિકેટકીપર બેટ્‌સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે આમાં જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનને તક મળી નથી. જો કે આર્ચરને પાકિસ્તાન સામે વર્લ્ડ કપથી પહેલા શરૂ થઇ રહેલી વન ડે સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. આર્ચર પહેલીવાર ઇંગ્લેન્ડ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે.
ઇંગ્લેન્ડનાં મુખ્ય પસંદગીકર્તા ઇડ સ્મિથે જણાવ્યું કે, “બંને ખેલાડીઓ (આર્ચર અને જોર્ડન) માટે વર્લ્ડ કપ ટીમમાં પસંદગી પામવાનાં દરવાજો હજુ પણ બંધ થયા નથી. જા તેઓ વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સામે થઇ રહેલી ૫ મેચોની સીરીઝમાં દમદાર પરફાર્મન્સ કરે છે તો તેમનાં નામ પર ફરીથી વિચાર કરવામાં આવશે. પાકિસ્તાન સામે ૧૯ મેનાં વન ડે સીરીઝ પૂર્ણ થશે.”
આર્ચર ઝડપી બાલર છે. તેના જેટલી ગતિ આ ટીમમાં ફક્ત માર્ક વૂડ પાસે છે. આ ઉપરાંત આર્ચર દુનિયાભરમાં ટી-૨૦ લીગ પણ રમે છે, આવામાં તેની પાસે અનુભવની કમી પણ નથી. ઇંગ્લેન્ડમાં ક્રિકેટનાં જાણકાર માને છે જા ઇંગ્લેન્ડે પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરવી છે તો તે મિશનમાં તેને આર્ચર જેવા સ્માર્ટ ક્રિકેટરની જરૂરિયાત છે.
ઇંગ્લેન્ડની ટીમઃ ઇયાન માર્ગન, જોની બેયરસ્ટો, મોઈન અલી, જોસ બટલર, ટૉમ કરન, જોન ડેનલી, એલેક્સ હેલ્સ, લિયામ પ્લંકેટ, આદિલ રશીદ, જો રૂટ, જૈસન રાય, બેન સ્ટાક્સ, ડેવિ઼ વિલી, ક્રિસ વાક્સ, માર્ક વૂડ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY