ટ્રાન્સલેટર ન સમજી શક્યો રાહુલ ગાંધીનું ઈંગ્લિશઃ સોશિયલ મીડિયા પર ઉડી મજાક

0
58

વાયનાડ,તા.૧૭
દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓના ટ્રાન્સલેટર કંઈક એવુ કરી દે છે અથવા એવું કંઈક બોલી દે છે જેના કારણે નેતાઓની મજાક ઉડે છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આવું જ થયું હતું. તેઓ મંગળવારે ચૂંટણી પ્રચાર માટે કેરળ પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં વડાપ્રધાન મોદી સામે વિવિધ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા હતા પરંતુ તેમના ટ્રાન્સલેટરના કારણે તેઓ ટ્રોલ થયા હતા. તે વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં રાહુલ ગાંધી ઈંગ્લિશમાં ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણને સ્થાનીક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે સ્ટેજ પર રાહુલની બાજુમાં એક ટ્રાન્સલેટર પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ઈંગ્લિશમાં કહ્યું કે, મોદી લોકોને એવું કહે છે કે, મને વડાપ્રધાન નહીં, ચોકીદાર બનાવો. પરંતુ રાહુલના ટ્રાન્સલેટર આ વાત સમજી ન શક્યા. આ જોઈને રાહુલ ગાંધીને પણ હસવું આવી ગયું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી ટ્રાન્સલેટરની નજીક જઈને તે લાઈન તેમને ફરી કહી હતી. ત્યારે ટ્રાન્સલેટરને તે વાત સમજાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY