લોકસભાની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમા 10 કિમી સુધીંનો ડ્રાય ડે રાખવામાં આવશે 

0
24

સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર કડક ચેકીંગ : મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ બેઠક કરી જરૂરી કડક ચેકીંગ કરવા નક્કી કર્યું 

મતદારોને રીઝવવા ઉમેદવારો અને પાર્ટીઓ વિદેશી દારૂ, અને મોટી રકમ પર  વોચ : ગુજરાતમાં ઘૂસેડે એ માટે નર્મદા પોલીસ સતર્ક 

રાજપીપળા : સગબારાની ધનસેરા ચેકપોસ્ટ પરથી મહારાસ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂ રાજ્યની બોર્ડર પરથી ઘૂસાડવામાં ના આવે આ માટે જિલ્લા ચૂંટણી અધિકરી અને નર્મદા પોલીસે એલર્ટ થઇ  મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કલકેટર એસ પી મળી 23 મીના ગુજરાત માં ચૂંટણી છે જેને લઈને રાજકીય આગેવાનો મતદારોને રીઝવવા વિદેશી દારૂ કે રોકડ રૂપિયાની અવરજવર ના કરે એ માટે ખાસ ચેકપોસ્ટ મહારાષ્ટ્ર માં પણ આ ચૂંટણી દરમ્યાન ઉભી કરવામાં આવે અને ચૂંટણીને લઈને 22 અને 23 એપ્રિલ દરમ્યાન મહારાષ્ટ્રના ગુજરાત બોર્ડરથી 10 કિલોમીટર સુધી ડ્રાઈ ડે રાખવામાં આવે જેનાથી અસામાજિક પ્રવૃત્તિઓ ના વધે જેના પર અંકુશ લાવવા બંને રાજ્યોના તંત્ર સજ્જ બન્યા છે.

જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચનાથી સાગબારા ધનસેરા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે સરકારી બસોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાગબારા પોસઈ જી.બી.વસાવા જાતે ચેકપોસ્ટ પર પોતાની ટિમ સાથે ચેકીંગ કરી આ બોર્ડર પર ધ્યાન રાખે છે. ત્યારે હાલ કડક ચેકીંગ થી બુટલેગરોમાં ફાફળાટ ફેલાયો છે.

વધુમાં જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે ગત ચૂંટણીની સરખામણીમાં પોલીસે શાંતિ અને સલામતી જાળવવા 60 ટકા વધુ ડિટેન અને મુદ્દામાલ જપ્ત કર્યો છે, પ્રિવેન્ટિવ એક્શન રૂપે 2707 ચેપટર કેશ કર્યા છે અને 1,83,250 ની કિંમતનો દેશી વિદેશી દારૂ ઝડપી નાશ કર્યો છે.હાલ બોર્ડર પર સુરક્ષા કડક છે કોઈ અસામાજિત તત્વ નહિ ઘૂસી શકે એ માટે અમારી ટીમ સજ્જ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY