પોલીસ બંદોબસ્ત સાથે ટીપીનો રસ્તો ખુલ્લો કરાયો
સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકાના નોર્થઝોન કતારગામના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ડ્રા.ટી.પી. સ્કીમ નં.૫૧ ડભોલીના ફા. પ્લોટ નં.૧૩૪/એ થી ૨૦૮ સુધીના ૨૪.૦૦ મીટરના ટી.પી. રસ્તામાં આવતા વર્ષો જુના માલધારી વસાહતના કુલ ૧૮ તબેલાઓ તથા આશરે ૫૦ ઝુંપડાઓના દબાણને કારણે, સદર ટી.પી. રસ્તો બોટલનેક થવાથી ડભોલી વિસ્તારમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ ઉદ્ભવેલી હતી. જેના નિરાકરણ માટે નોર્થ ઝોન કતારગામના ઝોનલ ચીફની સૂચના અન્વયે અને કાર્યપાલક ઈજનેરના સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૩-૧-૨૦૧૯ના રોજ પોલીસ સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફની મદદથી આશરે ૨૬૦૦૦.૦૦ ચો.ફુટ જેટલી ટી.પી. રસ્તાની જગ્યાનો પ્રત્યક્ષ કબજા મેળવવામાં આવેલ છે. સદર રસ્તો ડભોલી ગામ તરફ જતાં બીઆરટીએસ રોડને જાડતો લીંક રસ્તો હોય તેમજ ડભોલી જહાંગીરપુરા બ્રીજને પણ મળતો હોય, આ રસ્તો ખુલ્લો થવાથી ડભોલી વિસ્તારમાં રહેતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મહદ્અંશે મુક્તિ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



