રાજપીપળા કોલેજમાં ગેરરીતિ મામલે તપાસમાં આવેલી યુનિવર્સીટીની ટિમને શું હાથ લાગ્યું…??

0
32

પરીક્ષા સમયે હાજર તમામ જવાબદાર સ્ટાફની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી હોવાની વાત સુત્રો દ્વારા જાણવા મળી છતાં જવાબદાર કોણ એ રહસ્ય અકબંધ 

જોકે આ ગેરરીતિ બાબતે અનેક પાસા તપાસતા અલગ અલગ કારણોમાં સ્ટાફના કોઈ ચોક્કસ વ્યક્તિને ફસાવવા કે પોતાનો રોટલો શેકવા સહિતના અલગ અલગ પાસા સામે આવ્યા 

50 નંબરના બ્લોક માંથીજ આન્સર સીટ, બારકોડ સ્ટીકર સાથે બહાર આવી હોવાની તપાસ ટીમને માહિતી મળી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું પરંતુ તેમાં કોણ સંડોવાયેલું છે એ તપાસ પુરી થયા બાદજ બહાર આવશે.

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા કોલેજ માં ટીવાયબીએસસી ચાલુ પરીક્ષા દરમિયાન ગેરરીતિ થતી હોવાનો મામલો બહાર આવતા ભારે હંગામો થયો ત્યારબાદ આ બાબતે કલેક્ટર, પોલીસ વડાને રજુઆત થઈ અને આ મામલો છેક સુરત યુનિવર્સીટી ુધી પોંહચતા ગુરુવારે યુનિવ્સીટીની ટિમ રાજપીપળા કોલેજમાં આવી કલાકો સુધી તપાસ કરી પરંતુ તપાસમાં પરીક્ષા સમયે હાજર તમામ કોલેજા જવાદાર સ્ટાફના જવાબો લેવાયા બાદ ચાલુ પરીષાએ બહાર ફરતી આન્સર સીટ અને બારકોડ સ્ટીકરના નંબર પરથી ટીમને એ જાણવા મળ્યું કે આ વસ્તુ એક ચોક્કસ બ્લોક માંથી બહાર ગઈ હશે જેથી આ બ્લોકના સીસીટીવી ફૂટેજ સહીત તામ પાસા આ ટીમે તપાા પરંતુ સ્ટાફના અલગ અલગ જવાબો અને ફૂટેજ જોયા બાદ ટિમ તમામ જરૂરી પુરાવા સાથે લઈ ગઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે જેમાં કેટલાક સ્ટાફના જવાબ મુજબ સ્ટાફના કોઈ ચોક્કસયક્તિને ફસાવવા કે હટાવવા અથવા અમુક વિદ્યાર્થીઓ દ્વારા પોતાનો રોટલો શેકવા કોઈ એ ષડયંત્ર કર્યું હોવાની પણ વિગતો ટિમ પાસે જતા તપાસ માં આવેલા ટીમના સભ્યો ખુદ વિચાર માં પડી ગયા હતા માટે હાલ તો જરૂરી પુરાવા અને જવાબો સાથે લઈ ગયેલી ટિમ હવે શું નિર્ણય લે છે એ તરફ સૌની મીટ મંડાયેલી છે . પરંતુ આ બાબતમાં જે પણ કારસ્તાન થયું હોય એ પણ ચાલુ પરીક્ષામાં આન્સર સીટ બારકોડ સ્ટીકર સાથે ક્યાંથી અને કેવી રીતે બહાર ગઈ એ એક સળગતો સવાલ છે ત્યારે એ માટે કોણ જવાબદાર છે અને કોની કોની સંડોવણી હશે એ પ્રશ્ન હાલ સૌના મનમાં ચાલી રહ્યો છે ત્યારે આટલી સીક્યુરીટી અને કેમેરા વચ્ચે આ વસ્તુ બહાર ક્યાંથી ગઈ એ હાલ શંકાસ્પદ બાબત લાગી રહી છે પરંતુ એમાં કોઈ અંદરનું વ્યક્તિ સામેલ હોય શકે એવી પણ સંભાવના નકારી ન શકાય.

અમુક વિદ્યાર્થીઓનો એકજ સુર : તપાસ માં આવેલી ટીમે અમારા જવાબ કેમ ન લીધા ફક્ત કોલેજ સ્ટાફના બંધ બારણે જવાબો લઈ એક તરફી વલણ કેમ અપનાવ્યું …? અમે અમુક વિદ્યાર્થીઓ એ યુનિવર્સીટી માં ફરિયાદ કરી હતી છતાં અમારા જવાબો ન લઈ અમુક નાના કર્મચારી પાસે ખોટા જવાબો લખાવ્યા હોવાના આક્ષેપ જો સાચો હોય તો તટસ્થ તપાસ કોણ કરશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY