વલસાડ જિલ્લામાં સભા સરઘસબંધી અમલી કરાઈ

0
29

વલસાડ, તા.૧૯
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને ધ્યાને લેતાં જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.જે.બોર્ડરએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૫/૦૪/૨૦૧૯ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા, એસટી. બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માગતા, મંદિર મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના માટે જતી અગર સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઇડ વ્યકિત તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં. આ આદેશોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY