એક યુવાનનું ઘટનાસ્થળે, એક નું રાજપીપળા સિવિલમાં અને અન્ય એકનું વડોદરા દવાખાને લઇ જતા રસ્તામા મોત.
ભાજપ યુવા મોર્ચાની રેલી માંથી છુટા પડી પરત ફરતા યુવા ભાજપ મોર્ચાના એક કાર્યકરનું મોત જયારે બીજો ગંભીર

રાજપીપળા : નાંદોદ તાલુકાના હેલંબી ગામ પાસે બે બાઈકો સામસામે અથડાતા બાઈક સવાર ચારેય ફંગોળાયા જેમાં ત્રણ યુવાનોનું મોત નીપજ્યું જયારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે રાજકીય આગેવાનો અને ગ્રામજનોના રાજપીપા સિવિલ હોસ્પિટલ ખાતે ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાથી ભરચરવાળા, હાજરપુરા, ભુછાડ, ઓરી થઇ ગ્રામ્ય વિસ્તારોમાં યુવા ભાજપ મોર્ચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ગામેગામ ચૂંટણી પચાર કરતા આગળ વધતા હતા. ત્યારે રેલી પૂર્ણ કરી ભાજપના યુવામોર્ચાનાં કાર્યકરો રાજપીપળા પરત આવતા હતા એ સમયે રાજપીપળા જુનાકોટ વિસ્તાર પાસે રહેતા 22 વર્ષીય અક્ષય ગણપતસિંહ ગોહિલ બાઈક ચલાવતો હતો અને પાછળ રાજપીપા શર્મા કોમ્લેક્સ પાસે રહેતા 18 વર્ષીય ધ્રુવ દશરથ કહાર બેઠો હોય એ નાસ્તો કરવા ઉભા રહ્યા અને નાસ્તો કરી રાજપીપળા આવતા હતા. જયારે બીજી બાજુ પ્રતાપપરા ગામના બે યુવાનો અતુલ નરસિંહ વસાવા, અને પ્રમોદ નગીન વસાવા રાજપીપળાથી કામ પતાવી પરત ઘરે આવતા ત્યારે હેલંબી ગામ પાસે બન્ને બાઈકો ધડાકાભેર અથડાઈ જેમાં બે બાઈકો પર સવાર ચારેય યુવાનો ફંગોળાઈ ગયા ત્યારે આ અકસ્માતમાં પ્રતાપપરાના અતુલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે પ્રમોદને રાજપીપળા સિવિલમાં લાવતા મોત નિપજયું હતું, રાજપીપળાના અક્ષયનું રાજપીપળા થી રીફર કરવામાં આવ્યો જેને વડોદરા લઇ જતા રસ્તામાં ડભોઇ પાસે મોત નીપજ્યું હતું. જયારે અન્ય ઘાયલ ધુવ કહારને સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો..અકસ્માતને પગલે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક ત્રણ યુવાનો 1.અતુલ નરસિંહભાઇ વસાવા (30 વર્ષ ), પ્રતાપપરા , 2. પ્રમોદ નગીનભાઈ વસાવા (20 વર્ષ ) , પ્રતાપપરા , 3. અક્ષય ગણપતસિંહ ગોહિલ (22 વર્ષ ), રાજપીપળા,જુનાકોટ એક ગંભીર યુવાન : કહાર ધ્રુવ દશરથભાઈ (18) , રાજપીપળા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





