રાજપીપળા કિંગ્સના કેપ્ટન તરીકે બીજીવાર વિશાલ પાઠકની વરણી

0
69

રાજપીપળા : વેલીયન્ટ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ ગયા વર્ષે ગ્વાલિયરના રૂપસિંગ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં 5 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગતવર્ષે એક નવી ટિમનો સમાવેશ થયો હતો એ ટિમ હતી રાજપીપળા કિંગ્સ ટીમ તેના માલિક હતા બોલીવુડના એક્ટર અને આશિકી ફેઈમ રાહુલ રોય પ્રથમ વખત રાજપીપળા કિંગ્સના ટીમના માલિક બન્યા હતા ત્યારે રાજપીપળાના જ ક્રિકેટર વિશાલ પાઠકને રાજપીપળા કિંગ્સના કેપ્ટન બનાવ્યા હતા.

ગ્વાલિયરમાં વીપીએલ સીઝન 3 માં રાજપીપળા કિંગ્સની શરૂઆત ખુબ જ નબળી રહી હતી વીપીએલની પેહલી બે મેચમાં જ આ ટીમને હાર નો સામનો કરવો પડ્યો હતો વેલીયન્ટ ક્રિકેટમાં કેપ્ટન કુલ તરીકે જાણીતા વિશાલ પાઠકે ટીમની પેહલી બંને મેચની હાર બાદ પોતાના ખેલાડીઓને આપેલી ટિપ્સ અત્યંત સફળ રહી જેમાં આ ટીમે ત્યાબાદ એક પછી એક મેચમાં વિજય હાંસલ કર્યો હતો . જેમાં ગલિયરની ટિમ હોઈ કે અમદાવાદ ફાઈટર હોઈ કે પછી સુરત વોરિયર્સ હોઈ દરેક ટિમ સામે પોતાની સ્પિન બોલિંગના હથિયાર થી વિજેતા બનતી જતી આ ટિમેં સફળતાનાં શિખરો પાર કર્યા જેમાં કેપ્ટન વિશાલ પાઠકની સફળ કેપ્ટિનશીપ હેઠળ ટીમને સેમી ફાઇનલ સુઘી પોહચાડી હતી સેમી ફાઈનલમાં ભોપાલ ટાઇટન્સ સામે માત્ર 7 રન થી આ ટિમનો પરાજય થયો હતો તેથી રાજપીપળા કિંગ્સ ટુર્નામેન્ટની બહાર થઈ ગયી હતી વિશાલ પાઠકની કેપ્ટિનશીપને ધ્યાનમાં રાખી વીપીએલ સીઝન 4 માં પણ આ ટિમના મલિક રાહુલ રોય સાથે વાતચીત કરી હતી કે આ વર્ષે પણ રાજપીપળા કિંગ્સના કેપ્ટન તરીકે વિશાલ પાઠક જ ચાી શકે તેમ છે ત્યારે રાહુલ રોય અને ટિમે ઓફિશ્યલ આ કિંગ્સ ના કેપ્ટન તરીકે વિશાલ પાઠકના નામ પર મોહોર લગાવી આશા વ્યક્ત કરી છે કે આવનારી વીપીએલ સીઝન 4 માં રાજપીપળા કિંગ્સ વિજેતા થશે

સ્ટેબીન બેન (બોલીવુડ સિંગર )

ભોપાલ ટાઇટન્સ ના ઓનર અને બોલીવુડના મશહૂર સિંગર સ્ટેબીન બેન એ જણાવ્યું હતું કે ગતવર્ષે ભોપાલ ટાઇટન્સ વીપીએલ સીઝન 3 માં રનર્સઅપ રહી હતી જેમાં કેપ્ટન રીચી શુકલા નો મહત્વ ફાળો છે ફાયનલ મેચમાં રીચી એ ટીમને જીતાડવા માટે કેપ્ટીન ઇંનિગ રમી હતી પણ ટિમ વિજેતા ના બની પણ હાલ આવનારી વીપીએલ સીઝન 4માં મારી ટિમ સારું પ્રદર્શન કરશે અને વિજેતા બનશે

ચેતન શર્મા (ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર)

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વેલીયન્ટ ક્રિકેટ ટિમ ના મેન્ટર ચેતન શર્મા એ રાજપીપલા કિંગ્સ ટિમ ના બીજીવાર કેપ્ટન બનવા બાદલ વિશાલ પાઠકને શુભેચ્છા પાઠવી હતી અનેવીપીએલ સીઝન 4માં રાજપીપલા કિંગ્સ વિજેતા બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

વિપુલ નારીગરા (વેલીયન્ટ ક્રિકેટર)

વેલીયન્ટ ક્રિકેટર અને સુરત વોરિયર્સન પૂર્વ કેપ્ટન વિપુલ નારીગરા એ પણ વિશાલ પાઠકને રાજપીપલા કિંગ્સના કેપ્ટન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY