બે બાઇક સામસામે અથડાતા ત્રણ યુવકોના કરૂણ મોત નીપજ્યાં

0
9

નર્મદા,તા.૨૩
નર્મદાના પ્રતાપપુરા ગામના યુવાનો પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદાના હેલંબી ગામ પાસે સામેથી આવી રહેલા યુવાનો ભાજપ યુવા મોરચાની રેલીમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. તે સમયે બંને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.
બંને બાઇકની સ્પીડ જોરદાર હોવાથી બંને બાઇક સામસામે અથડાવાની સાથે જ બાઇક સ્લિપ થઇ ગયાં હતાં અને યુવાનો જમીન પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે એક યુવકનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકનું રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અને બીજા યુવકનું વડોદરાની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવા મોરચાના કાર્યકરને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં તેની સારવાર ચાલુ છે, જોકે બે બાઇક સામસામે અથડાવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં એકસાથે ત્રણ યુવકોનાં મોતની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનો માતમ છવાઇ ગયો હતો. પોલીસે પણ અક્સ્માતના બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY