મ્યાનમાર,તા.૨૩
મ્યાનમારમાં ઝેડ ખાણમાં ભૂસ્ખલન થતાં ખોદકામ કરતાં ૫૦ લોકોનું મૃત્યુ થયુ છે. આ ઘટના સોમવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે હપાકાંત પ્રાંતના મા વુન કલય ગામમાં થઈ હતી. અહીયાની એક જૂની ખાણમાં મડ ફિલ્ટર પોન્ડ ઢળી પડ્યો હતો, જેને કારણે આ ઘટના ઘટી હતી. આ ખાણમાં બે ખાનગી કંપનીઓનાં ૫૪ જેટલાં કર્મચારીઓ કાર્યરત હતા.
જાણકારી મુજબ કોઈ પણ વ્યકિતનાં બચવાની આશા નથી. અધિકારીઓને અત્યાર સુધીમાં ૩ મૃતદેહ જ મળ્યા છે. ખાણમાં હાલમાં સર્ચ અને રેસ્કીયું અભિયાન શરૂ છે. હપાકાંત ક્ષેત્ર દેશની જેડ માઈનિંગ ઈન્ડસ્ટ્રીનું કેન્દ્ર છે. અને અહીયા દુનિયાના સૌથી સારી ગુણવત્તાના ઝેડનું ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છેકે, મ્યાનમારમાં ભૂસ્ખલનની ઘટના વારંવાર થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



