વડિયા ગામનો યુવાન ગુમ થઇ જતા દાદાએ જિલ્લા પોલીસ વડાના દ્વાર ખખડાવ્યા 

0
499

મિત્રો વચ્ચે ઝગડો થતા એક બીજાના વેરી બની ગયા છે, કોઈ મારા પૌત્રને બચાવો…ભુદર વસાવા (દાદા)

હનુમાન જયંતિની પૂર્વ રાત્રીએ વડિયા ચોકડી પાસે મારામારી થઇ હતી. સામે ફરિયાદ નોંધવા એસપીને રજૂઆત 

રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલ વડિયા ગામની ચોકડી પર ગત 18 એપ્રિલના રોજ રાત્રીા એક યુવાન પર તીક્ષણ હથિયાર થી હુમલો થયો હતો જે અંગેની રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે જેમાં મિત્રો વચ્ચે ઝગડો થયો હતો અને જૂની અદાવત ના આધારે તલવાર લઈે મારવા આવ્યા ા.જેમાં જાનથી મારી નાખવાના ડર થી આજે યુવાન ગુમ થઈ ગયો છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે કે જાન થી મારી નાખ્યો છે જે અંગેની તપાસ પોલીસ કરે એવી ફરિયાદ વડિયા ગામના રહીશ ભુદર કોયજી વસાવાએ જિલ્લા પોલીસ વડાને કરી છે.

વડિયા ગામના 68 વર્ષીય ભુદર કોયજી વસાવા એ લેખિત અરજીમાં કેટલા આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને જણાવ્યું છે કે તેમનો પૌત્ર સચિન રાજેશ વસાવા એક ખાનગી નોકરી કરે છે પરંતુ તેના કેટલાક મીત્રો વચ્ચે ઝગડા થતા ગત 18 એપ્રિલ 19 ના રોજ રાત્રીના 9.30 કલાકે નોકરીથી પરત ફરતો હતો ત્યારે હાર્દિક નામનો યુવક અન્ય ત્રણ મિત્રોને લઈને આવ્યો સાથે તલવાર હતી અને મારા પૌત્ર સચિનને માર માર્યો હતો, હનુમાન જયંતિના ભંડારામાં પણ હુમલો કર્યો હતો.આમ બે થી ત્રણ વાર આવું મારવા આવતા આજે મારો પુત્ર ગુમ થઇ ગયો છે. હાર્દિક એ મારા પૌત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને જે ધમકીને કારણે એ જતો રહ્યો કે કોઈએ ગુમ કરી દીધો છે.કોઈએ જાનથી મારી નાખ્યો નથી ને…? જે અંગેની તપાસ કરવા અને પોલીસ તેમની ફરિયાદ નથી લઇ રહી એ બાબતની ફરિયાદ ને લઈને તપાસ હાથ ધરવામાં આવે અને અમારી પણ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય એવી માંગ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY