બિહારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યાએ ભૂવો સારવાર કરે છે

0
23

પટના,તા.૪
ખરાબ વહીવટ માટે બિહાર આખા દેશમાં બદનામ છે. તાજેતરમાં પટણાની સરકારી હોÂસ્પટલમાં વરસાદ દરમિયાન પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હવે ફરી એક વખત એવા દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે બિહાર સરકારનો આખા દેશમાં ફજેતો થઈ રહ્યો છે.
બિહારના વૈશાલી શહેરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ ડોક્ટરો ઈન્જેક્શન કે ટેબ્લેટ વડે નથી કરી રહ્યા બલ્કે ભૂવો હોસ્પિટલમાં જઈને મહિલા દર્દીના શરીર પર સાવરણી ફેરવીને મંત્રો ફૂંકતા જાવા મળ્યો હતો.
વાયરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે હોસ્પિટલમાં ખાટલા પર સાપ કરડવાથી દાખલ મહિલા દર્દી સુખી છે અને તેનો ઈલાજ એક ભૂવો કરી રહ્યો છે. તેની સાથેનો એક વ્યક્તિ હાલમાં રુમાલની પોટલી લઈને બેડ પર પડેલી મહિલાના શરીર પર ફેરવીને કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યો છે.
વધારે આશ્ચર્યની વાત એ છે કે આ ભૂવાઓથી હોસ્પિટલનુ વહીવટીતંત્ર પણ ગભરાય છે.હોસ્પિટલનુ કહેવુ છે કે ઝઘડાની બીકથી ડોક્ટર કશું બોલતા નથી.આ ભૂવો વોર્ડમાં પ્રવેશે છે તો ડોક્ટર સારવાર છોડીને નીકળી જાય છે.આ વિડિયોમાં પણ આ દ્રશ્ય જાવા મળે છે.
મહિલાની સારવાર કરવાનુ નાટક એક કલાક સુધી ચાલ્યુ હતુ.એ પછી પાછો ભૂવાએ દાવો પણ કર્યો હતો કે હવે મહિલા સારી થઈ ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY