ઝરવાણી ખાતે હર્બલ સ્પા બનશે, સ્થાનિકોને રોજગારી માટે હોમ સ્ટે બનાવાશે 

0
123

સુલપાણેશ્વરના જંગલોની ઔષધિયોનો ઉપયોગ કરી વૈદિક પદ્ધતિથી જેમાં સારવાર માટે મસાજ કરવામાં આવશે

હોમ સ્ટે માટે 10 થી વધુ ઘરોને ડેવલોપ કરાશે જેમાં પ્રવાસીઓ રોકાશે અને દેશી ભોજનની લિજ્જત માણશે 

રાજપીપળા : નર્મદા પ્રવાસનને વેગ આપવા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે હર્બલ સ્પા આગામી જુલાઈ થી શરૂ  કરવામાં આવશે જેના માટે સ્થાનિક આદિવસી યુવાનોને તાલીમ આપી કુદરતી ઐષધીય વનસ્પતિ અને કુદરતી ઔષધિના તેલ દ્વારા સારવાર માટે માલીશ કરવામાં આવશે, અને પ્રવાસીઓ અહીંયા સ્પાની મઝા માણશે પછી નેચરલ વોટર પાર્કમાં સ્નાન કરશે અને મોઝ માણશે, આ સાથે  વન વિભાગ દ્વારા એક નવું આકર્ષણ એવું હોમ સ્ટે પણ બનાવવાની શરૂઆત કરવામાં આવશે જેમાં 10 જેટલા સ્થાનિક રહીશોના ઘરમાં પ્રવાસીઓ રહી શકે એક ગામડાની સાદગીનો આનંદ માણી શકે અને સ્વદેશી ભોજનનો સ્વાદ માણી શકે સાથે શહેર અને ગ્રામડાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી શકે એ માટે અહીંયા હોમ સ્ટે પ્રવાસીઓ માટે ખુબ આકર્ષણ બની રહેશે.

અત્રે ઉલ્લખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ તમામ વિસ્તારને વિકસાવવા સૂચના આપી હતી અને તેમણે જ હર્બલ ા શરૂ થાય તો ્રવાસીઓને નવું આકર્ષણ લાગે જેવા સૂચનો આપ્યા હતા ત્યારે જેને લઈને ગુજરાત રાજ્યના આસી.ચીફ સેક્રેટરી ડો.રાજીવ ગુપ્તા અને અગ્ર મુખ્ય સંરક્ષક જી કે સીન્હાના દુરંદેશી વિચાર થી પ્રવાસીઓનું આકર્ષણ બનાવવું હર્બલ સ્પા અને હોમ સ્ટે બનાવવામાં આવી રહ્યા છે. મુખ્ય વન સંરક્ષક ડો.સસીકુમારના નેતૃત્વમાં નર્મદામાં વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. જે આ ચોમાસુ શરૂ થતાં પહેલાં ચાલુ કરી દેવાશે જે જોઈ પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.

આ બાબતે રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ધરીયાએ જણાવ્યું હતું કે આ હર્બલ સ્પા જે બનવાનું છે જેમાં આયુર્વેદ ને પ્રાધાન્ય આપી બીન ઓર્ગેનિક કોઈ વસ્તુ નાખવામાં આવશે નહિ એલોપેથિક કોઈ દવાનો ઉપયોગ કરવામાં આવશે નહિ. સ્થાનિક યુવાનોને તૈયાર કરીને અહી મળતી ઔષધિયોનો ઉપયોગ કરી.સારવાર માટે માલિશ કરવામાં આવશે ઓર્ગેનિક ઓઇલ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવશે સાથે વન વિભાગ દ્વારા સ્થાનિક આદિવાસી લોકોને રોજગારી આપવાનું પ્લાનિંગ કર્યું છે જેમાં એક સમિતિ બનાવવા આવશે જેમાં સ્થાનિક ગામોના યુવાનોને વન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવશે અને હોમ સ્ટે નું સંચનાલ કરશે સંસ્કુતિનું આદાન પ્રદાન થાશે આવક વધશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY