હજારીબાગ,તા.૧૦
ઝારખંડનાં હજારીબાગમાં સ્થિત ચૌપારણમાં સોમવારનાં રોજ સવારે ભીષણ માર્ગ દુર્ઘટનામાં ૧૧ લોકોનાં મોત થઇ ગયા છે. આ દુર્ઘટનામાં ૨૫ લોકો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના જીટી રોડ પર ચૌપારણનાં દનુઆ ઘાટીમાં સવારનાં અંદાજે ૩ઃ૩૦ કલાકે ઘટી છે. રિપોટ્ર્સ અનુસાર, યાત્રીઓથી ભરેલી આ બસ ખરાબ થઇને અચાનક માર્ગ પર ઉતરી આવતા તે ટ્રક સાથે ટકરાઇ. સરિયા લદે ટ્રકમાં તેજી ઝડપથી ટક્કર હોવાંને કારણ બસનાં ફુરચે ફુરચા ઉડી ગયા અને ૧૧ યાત્રીઓને કાળ ભરખી ગયો.
આ દુર્ઘટનામાં બસનાં ડ્રાઇવર મોહમ્મદ મુઝાહિદ અને ખલાસીનું પણ મોત થઇ ગયું. મળતી માહિતી અનુસાર, આ બસ ગુમલાથી મસૌઢી તરફ જઇ રહી હતી અને આ દુર્ઘટના સમયે તમામ યાત્રીઓ ભારે ઉંઘમાં હતાં. જો કે આ દુર્ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ કહેવામાં આવે છે કે તે બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી.
આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે ચૌપારણ ખાતેનાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવેલ છે. આ સિવાય મુખ્યાલયથી પહોંચેલ ડાક્ટરોની ટીમ પણ ઘાયલોની દેખરેખ હેઠળ લાગી ગયેલ છે. યાત્રીઓનાં કહેવા અનુસાર ડ્રાઇવર પણ ખૂબ જ તેજીથી બસ ચલાવી રહ્યો હતો અને ના કહેવા પર પણ તે માન્યો નહીં. અંતે બસ પરથી કાબુ ગુમાવતા અથવા તો બ્રેક ફેઇલ થવાને કારણે આ દુર્ઘટના ઘટી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






