કોઈ પણ ગુનામાં પકડાયેલા એક કે બે આરોપીને નીચે બેસાડી પાછળ ચાર પાંચ પોલીસ જવાનો અને એકાદ અધિકારી ઉભા રહી જાણે પ્રસિદ્ધિ મેળવવાજ ગુનો ડિટેક્ટ કર્યો હોય એમ જણાય છે.
પોલીસ ખાતાનું કામજ આરોપી અને મુદ્દામાલ પકડવાનું હોય છે છતાં પ્રસિદ્ધિ શા માટે…?
રાજપીપળા : સમગ્ર ગુજરાત રાજ્યમાં અમુક પોલીસ સ્ટેશનો માં જાણે પોલીસ વિભાગે આરોપીઓને કે મુ્દામાલ પકડી મોટી ધાડ મારી હોય એમ અખબારોમાં તસવીરો છાવવા ભાે ક્રેઝ જોા મળે છે જોકે વાત કરીએ નર્મદા જિલ્લાની તો આ જિલ્લાના પોલીસ ખાતાને આવો ખાસ ક્રેઝ નથી પરંતુ અમુક જિલ્લામાં પકડાયેલા એક કે બે આરોપી કે મુદ્દામાલ આગળ મૂકી પાછળ પોલીસના ચાર પાંચ જવાનો અને એકાદ પોલીસ અધિકારી ઉભા રહી ફોટા ખેંચી પત્રકારો સુધી પહોંચતા કરે છે ત્યારે અમુક સમયે સિવિલ યુનિફોર્મમાં સ્ટાફ ઉભેલો હોય તો આરોપી કોણ અને પોલીસ કોણ એ પણ ખબર પડતી નથી સવાલ એ થાય કે પોલીસ ખાતનું કામ ગુના અને ગુનેગારને પકડવાનું છે ત્યારે પોતાની કામગીરી પુરી કર્યા બાદ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તસવીરો ખેંચી કે ખેંચાવી વાહવાહી મેળવવાનો શું મતલબ…? અખબારોમાં આવતા સમાચારોમાં તપાસ કરનાર અધિકારીના નામ આવતાજ હોય છતાં ફોટા પડાવી પ્રસિદ્ધિ મેળવવાનો શું મતલબ …?
કેટલીક આવી તસવીરોમાં એવું પણ જોવા મળે છે કે જેતે પોલીસ સ્ટેશનના પીઆઇ કે પીએસઆઇ વર્દી વગર હોય અથવા વર્દી હોય તો માથે કેપ ન હોય તો શું આ પોલીસ યુનિફોર્મ નું અપમાન કે ફક્ત પ્રસિદ્ધિ મેળવવાજ પોલીસ વિભાગમાં ભરતી થયા હશે…? એમ નથી લાગતું…? ખેર આવી નામના ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનોમાં નથી પણ જ્યાં પણ હોય આઈજી કે ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ આ માટે કડક બનવું પડે એમ લાગે છે.
અમે અહીંયા એક ફાઈલ ફોટો આપને બતાવવા મુક્યો છે એ ગુજરાતના એક પોલીસ સ્ટેશનનો છે જેમાં ફક્ત એક આરોપી પાછળ સાત પોલીસ ઉભેલા જણાય છે ત્યારે આ એક તસવીર જ ઘણું બધું કહી જાય છે .જોકે અમે આ ફોટો ડીફૉક્સ કર્યો છે કેમકે અમારો કોઈને બદનામ કરવાનો ઈરાદો નથી પણ આવું ઘણા પો.સ્ટે.માં જોવા મળે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





