4000 ની વસ્તી ધરાવતો કાછીયાવાડ વિસ્તારમાં ભર ઉનાળે પાણી આવ્યું એ પણ દુષિત અને જીવતો વાળું હોય ક્યાંક લીકેજ હોવાની શક્યતા છતાં કાર્યવાહી નહીં …!!
રાજપીપળા : નર્મદામાં કાળઝાળ ગરમીમાં જયારે પાણીની પોકાર સંભળાય તો રોષ ચોક્કસ ઉઠે એ વ્યાજબી છે. હાલ 45 ડિગ્રી તાપમાનમાં જિલ્લાના લોકો સેકાઈ રહ્યા છે એક બાજુ ત્રણ દિવસના હિટ વેવની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે સૌથી વધુ પાણી પીવા તબીબો પણ સલાહ આપે છે ત્યારે રાજપીપળા નગર પાલિકાનો કરોડોના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ ધૂળ ખાય છે અને રાજપીપળા કાછીયાવાડમાં છેલ્લા ત્રણ દિવસથી દુષિત અને જીવતો વાળું પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર માંથી ચૂંટાતા સદસ્યા કાજલ રામચંદ્ર કા.પટેલ ના ઘરે જયારે બપોરે પાલિકાનું પાણી આવ્યું ત્યારે તેમાંથી રીતસરની જીવાતો નીકળી હતી, છેલ્લા ત્રણ દિવસથી તો દુષિત પાણી આવતું હોવાની રજૂઆત કરવા છતાં કોઈ આવતું નથી ત્યારે આજે નાળાવાળા ફરિયામાંથી બૂમો આવી આમ આખો મહોલ્લો ભેગો થયો અને લોકોના ઘરોમાં થી જીવતો વાળું પાણી આવતા લોકોએ હોબાળો કર્યો જેમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
સદસ્યા કાજલ પટેલે જણાવ્યું હતું કે વોટરવર્કસના કર્મીઓ આજે જીવતો વાળું પાણી આવ્યું એમ કહેવા ફોન કર્યો તો આજે રજા છે કહી ફોન મૂકી દીધો ત્યારે લોકોના કામો કેવી રીતે થતા હશે એવી ચિંતા જાતે સદસ્યા એ કરી ખેદ વ્યક્ત કર્યો હતો.
આ બાબતે નટવર ગોરધન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી પાણી દુષિત આવે છે ની રજૂઆત છતાં કોઈ ગંભીરતા નથી અમે ત્રણ દિવસથી વેચાતું પાણી લાવીને પીએ છે. શુદ્ધ પાણી નથી મળતું, ગામમાં સફાઈ સારી રીતે થતી નથી ઠેર ઠેર ગંદકી જોવા મળે છે તો હાલના સત્તાધીશો કરે છે શું એ સમજણ પડતી નથી. ઉનાળામાં કમસેકમ પાણી તો ચોખ્ખું આપો એવી અમારી માંગ છે. તેમ કહી રોષ વ્યક્ત કર્યો હતો.
કોર્પોરેટર જાણ કરે તો પગલા લેવાજ જોઈએ : જિગીષાબેન ભટ્ટ , પાલિકા પ્રમુખ
આ બાબતે પાલિકા પ્રમુખ જિગાશાબેન ભટ્ટે જણાવ્યું કે પાણી જેવી બાબત માં ખાસ ધ્યાન આપવું પડે અને જો પાલિકાના કોર્પોરેટર ફોન કરે તો તો જેતે ખાતાના સુપરવાઈઝરે પ્રાથમિકતા આપવીજ જોઈએ છતાં જો આવો આમ બન્યું હોય તો હું હમણાં વોટર વર્કસના સુપર્વાઇઝર સાથે વાત કરું છું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





