સરકારનાં એક અવાજ પર યુદ્ધ માટે તૈયાર છે સેનાઃ આર્મી ચીફ

0
23

ન્યુ દિલ્હી,તા.૨૭
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભારતીય સેનાની હિંમત અને ક્ષમતા પ્રગટ કરતાં કહ્યું હતું કે, સેના માત્ર એક અવાજ પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે અને હવે ક્્યારેય પણ એવી સ્થિતિ પેદા નહિં થાય જ્યારે સેના ૨૬/૧૧ જેવા મોટા આતંકવાદી હુમલાનો મુકાબલો ન કરી શકે. રાવતે કહ્યું કે સેના હવે સરકાર તરફથી મળેલા આદેશના આધાર પર કાર્યવાહી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આર્મી ચીફ રાવતે કહ્યું કે, જો અમને સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવાનું કહેવામાં આવે તો અમે તૈયાર છીએ અને અમારામાં તે ક્ષમતા છે.
હવે ક્યારેય પણ એવી સ્થિતિ પેદા નહિં થાય જ્યાં આપણી પાસે આતંકવાદી હુમલાનો મુકાબલો કરવાનો વિકલ્પ ન હોય.
રાવત આ સવાલનો જવાબ આપી રહ્યા હતા કે જો ૨૬/૧૧ જેવો હુમલો થયો તો આપણી જવાબી કાર્યવાહી શું હશે? ઘાટીમાં જવાનોનાં માથા કાપી નાખવાનાં સંબંધે સવાલ કરવા પર રાવતે કહ્યું કે પાછલા દોઢ વર્ષમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. તેમજ પંચાયત સદસ્યોનાં મકાન અને શાળાને પણ સળગાવવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY