જંગ એ ગુજરાતનો પડઘો …કાછીયાવાડમાં યુદ્ધના ધોરણે કામ શરુ 

0
15

રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં જીવાત વાળું પાણી આવતું હોવાના અહેવાલ બાદ કામગીરી શરુ 

કાછીયાવાડના કોર્પોરેટરની ફરિયાદ બાદ પણ કામગીરી ન થતા જંગ એ ગુજરાત એ અહેવાલ પ્રસિદ્ધ કરતા પાણીના લીકેજની કામગીરી શરુ 

રાજપીપળા : રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં રણેક દિવસ થી ડહોળું અને જીવાત વાળું પાણી આવતું હોય પાલિકામાં રજુઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈજ પગલાં ન લેવાયા બાદ સ્થાનિકો એ કાછીયાવાડના કોર્પોરેટર કાજલબેન ને આ બાબતની જાણ કરતા કોર્પોરેટરે આ બાબતે રવિવારે પાલિકાના વોટર વર્કસ કર્મચારીને ટેલિફોનિક જાણ કરતા કર્મચારીએ આજે રજા છે તેવો જવાબ આપી ફોન મૂકી દેતા આ બાબતે કાછીયાાડ વિતારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ આ બાબતની જાણ અમારા રાજપીપળા પ્રતિનિધિ ને થતા જંગ એ ગુજરાતે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો જેમાં પાલિકા કર્મચારીઓ જો કોર્પોરેટર ના કામમાં આવી ઢીલી નીતિ અપનાવતા હોય તો આમ જનતા નું શું થાય એ બાબત પાલિક પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ને પૂછતાં પ્રમુખે આ બાબતે વોટર વર્કસના જવાબદાર કર્મચારી પાસે મૌખિક ખુલાસો પૂછી કાછીયાવાડ વિસ્તારમાં પાણીની તકલીફ તાત્કાલિક દૂર કરવા જણાવતા સોમવારે સવારથી વોટર વર્કસની ટિમ આ વિસ્તાર માં પોહચી ક્યાં લીકેજ છે એ બાબતની તપાસ કરવા યુદ્ધના ધોરણે ખોદકામ શરુ કર્યું હતું જોકે આ લખાય છે ત્યારે સાંજે 4-30 સુધી હજુ ફોલ્ટ મળ્યો નથી એમ જાણવા મળ્યુ હતું પરંતુ ક્યાં કારણોસર કોર્પોરેટરના કામમાં ઢીલી નીતિ અપનાવાઈ હતી અને કેમ જીવાત વાળું પાણી નીકળવા છતાં આ વિસ્તારની ફરિયાને ગંભીરતાથી લેવામાં આવી ન હતી એ બાબતે પાલિકા તંત્ર તરફથી કઈ જાણવા મળ્યું નથી ત્યારે આવી ગંભીર બેદરકારી અને કોર્પોરેટરની ફરિયાદ બાદ પણ કામગીરી નહીં કરવા પાછળ કોણ જવાબદાર છે એ બાબત પણ તપાસનો વિષય છે .જોકે હાલ પાલિકાના ચીફ ઓફિસર નો સંપર્ક થઈ શક્યો નથી માટે આ બાબતે સ્પષ્ટતા થઈ શકી નથી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY