સહારા દરવાજા ખાતે કામદારોની જાહેર સભા યોજાઈ
સુરત, તા.૨૯
આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિતે ઉજવણી કાર્યક્રમ તેમજ કામદારોની જંગી જાહેરસભા યોજાઈ.
સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા રવિવારના રોજ સાંજે સહારા દરવાજા ખાતે કામદારોની જાહેરસભા યોજાઈ હતી સભાને સંભોધિત કરતા વક્તાઓએ સરકારની કામદાર વિરોધી નીતિઓને વખોડી હતી અને કામદારોને એકસૂત્રમાં બંધાઈ પોતાના હકો અધિકારો માટે સંઘર્ષ કરવા હંકાલ કરાઈ હતી. સભામાં ઉપસ્થિત ગુજરાત ઇંટુકના પ્રમુખ નૈષધ દેસાઈએ વક્તવ્ય આપતા કહું હતું કે કાવતરાપૂર્વક કામદારોની એકતાને તોડી સરકાર અને માલિકો કામદારોનો ભયંકર શોષણ કરવા સફળ થઈ રહ્યા છે જેથી તમામ કામદાર આલમને એકતાના સૂત્રમાં બાંધવાની ખુબજ જરૂર છે. ઉપસ્થિત પ્રદેશ યુવક કાંગ્રેસના અને ઇનટુકના પ્રવક્તા શાન ખાને કહું હતું કે ગાંધી અને સરદારની પાવન ભૂમિ ગુજરાત છેલ્લા દસકોથી કામદારોના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે આવી પરિસ્થિતિઓમાં કામદારોને તેમજ ટ્રેડ યુનિયન સંગઠનોને ખુબજ જાગૃત અને સંગઠિત થઈ પોતાના હિતો માટે લડત આપવી જોઈએ. આ ઉપરાંત તમામ વક્તાઓએ કામદાર દિવસ તથા ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા ગુજરાત પ્રદેશ ઇંટુકના પ્રમુખ નૈષધ દેસાઈ, ગુજરાત યુવક કોંગ્રેસના તથા ઇંટુકના પ્રવક્તા શાન ખાન, વેપારી અગ્રણી જયલાલ, દિલ્હી પધારેલા અનિસ ખાન, ઇંટુકના રાષ્ટÙીય મંત્રી અશોક પંજાબી સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કામદારો ઉમટી પડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



