નર્મદા જિલ્લા બાર એસોસિયેશન એક દિવસ તમામ કામગીરીથી અળગા રહી કોર્ટ પરિસરમાં સુત્રોચાર કર્યા

રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોસિયેશને એક ઠરાવ કર્યો કે વડોદરા નવી બનેલી કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થાને લઈને એક મહિનાથી લડત ચાલે આ સાથે ડિસ્ટ્રિક્ટ જજ અને ગુજરાત હાઇકોર્ટને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું નથી, ઉપરથી વડોદરા બાર એસોઓસિયેશન પ્રમુખને ખોટી રીતે અટકાયત કરી હોય જેના વિરોધમાં આજે નર્મદા જિલ્લા બાર એસોસિયેશન દ્વારા આ બાબતનો વિરોધ કરી નર્મદા બાર એસીસીએસનના પ્રમુખ કું.વંદનાબેન ભટ્ટની આગેવાનીમાં તમામ બાર સભ્યો એક દિવસ તમામ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને વડોદરા કોર્ટ પરિસર માં વકીલોની બેઠક વ્યવસ્થા માટે માંગ કરી હતી.
આ બાબતે નર્મદા બાર એસો. પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું કે અમે વડોદરાના વકીલ મંડળ સાથે છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહિ મળે ત્યાંbસુધી ઝંપીશું નહિ કેમકે આ અમારા વકિલોનો મામલો છે. અમે એક દિવસ કામકાજ થી અળગા રહી હાલ વિરોધ પ્રદર્શન કર્યું છે જરૂર પડે વડોદરા આંદોલનમાં પણ જોડાઇશું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





