દોષિત આરોપીને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારતી કોર્ટ

0
11

રાકેશ પ્રજાપતિએ પાંચ વર્ષની બાળકી પર ઝાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો
સુરત, તા.૩૦
સચીન તલંગપુર ગામ ખાતે એક શ્રમજીવી પરીવારની પાંચ વર્ષની માસુમ પુત્રી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવનારા ૪૮ વર્ષના બે સંતાનોના પિતાને અદાલતે મૃત્યુ નીપજવાના છેલ્લા શ્વાસ સુધીની સજાïનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.
આ કેસની વિગત એવી છે કે, સચીન તલંગપુર વિસ્તારમાં રાકેશ મિસરીલાલ પ્રજાપતિ રહે છે. તેઓ વિવિંગ માસ્ટર છે. ગત તા.૧૪મી જન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે પાંચ વર્ષની માસુમ બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની મોટર સાયકલ પર તલંગપુર વિસ્તારના ઝાડી ઝાંખરામાં લઈ દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી ફરાર થઈ ગયો હતો. સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોîધાવવામાં આવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૩૭૭, ૩૬૩ તથા પોક્સોનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સરકારના એપીપી કિશોર રેવલીયાની દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીને મૃત્યુ નીપજવાના છેલ્લા શ્વાસ સુધીïની સજા તથા માસુમ બાળકીને ૫૦ હજાર રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY