રાજપીપળા લાલ ટાવરની સ્કૂલ પાછળ આગ લાગતા બાળકોમાં ફફડાટ 

0
12

ધોરણ 3 અને 4 ની પરીક્ષા ચાલુ હતી ત્યાંજ શાળા પાછળના ખંડેર મકાનમાં આગ લગા શિક્ષકો સહીત બાળકો માં દોડધામ 

કોઈકે કચરું સળગાવતા ખંડેર મકાનમાં સુકાયેલું વૃક્ષ આગની લપેટમાં આવ્યું હોય પાલિકાના બે ફાયર ફાયટર આવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો 

રાજપીપળા : રાજપીપળા લાલા ટાવર પાસે આવેલી તાલુકા શાળા માં આજે સવારે અચાનક આગની ઘટના બનતા સ્થાનિકો સહીત શાળાના શિક્ષકો અને બાળકોમાં ગભરાટ ફેલાયો હતો .

તાલુકા શાળાની પાછળના ભાગં આવેલા સ્કૂલના જ એક ખંડેર બંધ મકાનમાં એક જૂનું સુકાયેલું વૃક્ષ હોય ત્યાં કોઈકે કચરો સળગાવતા સુકાયેલા વૃક્ષમાં અચાનક આગ પકડાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લાગ્યું હતું જોતામાં આગે બંધ મકાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા શાળામાં પરીક્ષા આપી રહેલા ધોરણ 3 અને 4 ના બાળકો અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો ત્યારબાદ સ્થાનિકો પણ દોડતા થયા હતા જોકે બાળકોને બહાર કાઢી મુક્યા બાદ સ્થાનિક સદસ્યા નીતાબેન પંડ્યા એ પાલિકા ફાયરને ફોન કરતા એક બાદ એક બે ફાયર ફાયટર આવી ગયા બાદ ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે શાળાના બાળકો કે સ્ટાફ ને કઈ થયું ન હતું .જો સમયસર ફાયર વિભાગ ન આવ્યું હોત તો નાની ગલીઓના બાજુના મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હોત

ફાયર વિભાગને રાજપીપળાની સાંકડી ગલીઓમાં આગ સમયે ખરેખર નાના બ્રાઉઝરની જરૂર પડે પરંતુ પાલિકા પાસે જમ્બો જેવું મોટું બ્રાઉઝર છે જે આ સ્કૂલની આગ ટાણે લાવ્યા તો ખરા પરંતુ સાંકડી ગલીમાં બહાર ઉભું રાખી 300 ફૂટ જેવી લાંબી પાઈપ ચાલુ સ્કૂલ માંથી લઈ જવી પડી હતી જેમાં બાળકોને ચાલુ પરીક્ષામાં પણ તકલીફ પડી હતી .માટે પાલિકામાં રાજપીપળાની સાંકડી ગલીઓ ના કારણે નાના બ્રાઉઝર અત્યંત જરૂરી છે નહિ તો ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY