૨૦ દિવસ સુધી જે.જે. માર્કેટના ગેટ પર છાશનું વિતરણ
સુરત, તા.૩૦
તા.૨૯-૪-૨૦૧૯ના રોજ ફેડરેશન અોફ સુરત ટેક્ષ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએસન બોર્ડરૂમમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા જે.જે. માર્કેટ ગેટ પર વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્રને શરૂઆત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતમાં વધતી ગરમીને ધ્યાને લઈ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ટેક્ષ્ટાઈલ વિસ્તારમાં વેપારી, દલાલ, મજદૂર, સ્ટાફ, ટેમ્પોવાળા, પાર્સલવાળા, રાહદારીઅો વગેરે માટે આગામી ૨૦ દિવસો સુધી છાશ વિતરણનો કાર્યક્રમ બપોરના ૧૨.૩૦ થી બપોરના ૨.૩૦ કલાક સુધી નિત કરવામાં આવ્યો છે.
આજે આ અવસરે મહાનગરપાલિકાના પદાધિકારી નીરવ શાહ, ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલ, મહામંત્રી ચંપાલાલ બોથરા, નિર્દેશક રંગનાથ શારદાની માથે મહાવીર અન્નક્ષેત્રના લહેરચંદભાઈ ચાવાળા, જૈન સોશિયલ ગ્રુપના અધ્યક્ષ અનિલ જૈન, સચિવ નીતિન જૈન તથા પૂર્વ અધ્યક્ષ સંદીપજીની સાથે ૫૦ થી વધુ જૈન સોશિયલ ગ્રુપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્ના હતા. નીરવ શાહે જણાવ્યું હતું કે માનવ સેવા કરનાર તમામ લોકો બધાઈને પાત્ર છે. તેમના દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો અમૂલ્ય છે. ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ ક્ષેત્રમાં આ પ્રકારના કાર્યનું ખૂબ ખૂબ અનુમોદન કરતા હર્ષ થાય છે કે કપડા બજારની દરેક સંસ્થા જે માનવ સેવા, જીવદયાના ક્ષેત્રમાં સેવાભાવી રહે ચે તે તમામ બધાઈને પાત્ર છે. જૈન સોશિયલ ગ્રુપ દ્વારા તમામનું સવાગત અભિનંદન કર્યા બાદ જે.જે. માર્કેટના ગેટ પર નીરવ શાહના હસ્તે છાશ વિતરણ કેન્દ્રનું રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા છાશ વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



