નર્મદા પોલીસે સાચા અર્થમાં ચાલુ ફરજ ઉપર માનવ સેવાને પ્રાથમિકતા આપી એક જિંદગી બચાવી 

0
68

બંદોબસ્તમાં હાજર પૉલીસ ડિપાર્ટમેન્ટના સી.આઈ.ડી વિભાગના ઈન્ટેલિજન્સ ઓફિસર સી.વી.મછાર તથા આસીસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીએ માનવતાનું કાર્ય કરી દેખાડ્યું 

રાજપીપળા : નર્મદા ઇન્ટેલિજન્સના બે યુવા અધિકારીઓ એ પોતાની ચાલુ ફરજ દરમિયાન એક અકસ્માતની ઘટના માં માનવતાને પ્રાથમિકતા આપી પોતાનો માનવધર્મ બજાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો .

ગત તારીખ 21 એપ્રિલને રવિવારના રોજ નર્મદા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ચૂંટણીપ્રચાર અર્થે લોક સંપર્ક મોટર સાયકલ રેલી કાઢવામાં આવી જેમાં પ્રચાર કરતા કરતા આ મોટર સાયકલ રેલી હેલંબી ગામથી પાટણા ગામ પસાર થઈ આગેકૂચ કરતી હતી દરમિયાન હેલંબી ગામના પુલ પાસે ભાજપના યુવા મોરચાના કાર્યકરોની બે મોટર સાયકલ વચ્ચે ગખવાર અક્માત સર્જાયો જેમાં ત્યાં બંદોબસ્તમાં હાજર પૉલીસ ડિપાર્ટમેન્ટ ના સી.આઈ.ડી વિભાગના ઈન્ટેલિજન્સ ઓફિસર સી.વી.મછાર તથા આસીસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીને જાણ થતાં બંને પોલીસ જવાનો બંદોબસ્ત છોડી ઘટના સ્થળે પહોંચી નર્મદા જિલ્લા 108 ને ફોન કરી અકસ્માત અંગે વાકેફ કરી, તાત્કાલિક 108 મોકલવા જણાવેલ તેમજ અકસ્માતના સ્થળે બે યુવાનોનું ઘટના સ્થળે જ મોત થયેલ જ્યારે બે બીજા યુવાનો ગંભીર ઈજાના કારણે કણસી રહ્યા હતા જેથી એક ગાડી રોકી તેમાં એક યુવકને ગ્રામજનોની મદદ લઈ બેસાડી સિવિલ હોસ્પિટલ રાજપીપળા સારવાર માટે મોકલી આપેલ અને બીજો યુવાન ધ્રુવ કહારને પોતાની પ્રાઈવેટ વાહનમાં બેસાડી રાજપીપળા સિવિલ ખાતે લાવ્યા હતા.

આમ ઉપરોક્ત બે યુવાનો પૈકી ધ્રુવ કહારને પોલીસ વિભાગના બંને સેવાભાવી જવાનોની સુજ્બુજ અને માનવતાના કારણે આ યુવકને બચાવી શક્યા હતા . ત્યારે આવા પોલીસ જવાનો દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ શ્લોગન સાર્થક કર્યું હોય આવા નિષ્ઠાવાન અને કાર્યદક્ષ પોલીસ જવાનોનુ પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે તો અન્ય પોલીસ કર્મચારીઓ અને સમાજના લોકોને જરૂરથી મદદ કરવાની પ્રેરણા મળી શકશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY