સુરત, તા.૧
• માનવતા મારી નસેનસમાં છે.
સ્નેહમાં શક્તિ છું.
સેવામાં ભક્તિ છું.
દાનમાં અંકિત છું.
હા, હું “એકતા”નું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
• વ્યાપાર મારી રગેરગમાં છે.
પ્રકૃતિમાં સાહસિક છું.
પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું.
પ્રદક્ષિણામાં વિશ્વપ્રવાસી છું.
હા, હું ”પ્રગતિ”નું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
• વીરતા મારા રોમે રોમમાં છે.
સત્યનો ઉપાસક છું.
અહિંસાનો આરાધક છું.
પ્રેમનો દર્શક છું.
હા, હું વિશ્વ શાંતિનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
• વસુદૈવકુટુમ્બકમ્ મારા શ્વાસેશ્વાસમાં છે.
પ્રેમના સૂરમાં દ્વારકાધીશની વાંસળી છું.
સીદી સૈયદના નૂરમાં એકતાની જાળી છું.
આતંકી ખોપડીની ઝૂલમાં હું મહાકાળી છું.
હા, હું ”મહાશક્તિ”નું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
• યાત્રિક દુનિયાના જગે-જગમાં છું.
શ્રદ્ધા-આસ્થાનો ધોધ છું.
દયા-કરૂણાનો બોધ છું.
પરંતુ, પ્રતિરોધમાં તાંડવનો ક્રોધ છું.
હા, હું ”શિવ સોમનાથ”નું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




