ગ્રાહકને ઉજાલા બલ્બના નામે ખોટો ચાંદલો ….!! ગ્રાહકે કરી લેખિત રજુઆત
એક તો વીજ કંપી બે અઢી મહિને લાઈટ બીલો ફાડી ગ્રાહકોના રીડિંગ વધારી વધુ ચાર્જ વસુલ કે છે ઉપરથી ઉજાલા બલ્બના નામે ખોટી રકમ ઉમેરતા ગ્રાહકોમાં રોષ
બે વર્ષ પેહલા રાજપીપળાના માલીવાડના ગ્રાહકે 700/- રૂપિયા ભરી 10 નંગ ઉજાલા બલ્બ લીધા હતા છતાં છેલ્લા ત્રણ ચાર બીલોમાં ઉજાલા બલ્બના હપ્તા લાઈટ બિલમાં ઉમેરીને આવે છે .
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા વીજ કંપની દ્વારા એક છબરડો બહાર આવ્યો હોય ગ્રાહકે લેખિત રજુઆત કરી પોતાના વધુ નાણાં પરત આપવા માંગ કરી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા માલીવાડમાં રહેતા રામી ધુળાભાઈ જાદવભાઈ એ રાજપીપળા વીજ કંપનીમાં લેખિત રજુઆત કરી છે કે તેમને ગત તારીખ 30-7-2016 ના રોજ (બે વર્ષ પેહલા) 700/- રૂપિયા ભરી 10 નંગ ઉજાલા બલ્બ બિલ નં-1157944 થી રોકડા રૂપિયા આપી ખરીદ કર્યા હતા તેમ છતાં મારા ઘરના છેલ્લા ત્રણ ચાર બિલમાં ઉજાલા બલ્બના ઈ.એમ.આઈ. લખી 150/- રૂપિયા વધારાના લખી બીલો આવે છે જયારે મેં આ બલ્બ રોકડ ખરીદ કર્યા હોવા છતાં બિલમાં તેના હપ્તા ક્યાંથી ઉમેરી આવે છે…? તેની તપાસ કરી વધારાના રૂપિયા મને પાછા આપવા માંગ કરી હોય વીજ કંપની દ્વારા રાજપીપળા શહેરમાં આવા કેટલા ગ્રાહકોને ખોટા ચાંદલા ચોંટ્યા હશે…? અને ગ્રાહકે બે વર્ષ પેહલા આપેલા બલ્બના રૂપિયા ચાઉં થયા હશે…? એ તપાસનો વિષય છે હાલતો માલીવાડના આ ગ્રાહકે વધારાના રૂપિયા પરત મેળવવા લેખિત અરજી કરી હોય તેમને વળતર પરત મળશે કે કેમ એ એક સવાલ છે.
આમ પણ વીજ કંપની બે અઢી મહિને ગ્રહોકના લાઈટ બીલો ફાડતા યુનિટ વધુ ફરતા ગ્રાહકો માં માથે વધુ વીજળીના બીલો ફાળે છે એ બાબતે અગાઉ એક મહિલા મંડળે લેખિત રજુઆત કરી હોવા છતાં હજુ સ્તિથી માં કોઈજ સુધારો નથી થયો ત્યારે આ એક વધુ છબરડો બહાર આવવા પામ્યો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






