આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ગુજરાતની અસ્મિતાને લગતા ગૌરવ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો અને કઠપૂતળી નૃત્યના સુંદર કાર્યક્રમો રજુ કર્યા હતા .દેશની સહરદ પર લડતા સૈનિકોની વીરતાને લગતું “જય જવાન જય કિશાન “નાટક કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું .આ પ્રસંગે સોલંકી વિરમભાઇ ભગવાનભાઇ તરફથી રૂપિયા એકવીસ હજાર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તરફથી રૂપિયા એકવીસ હજાર અને ગ્રામ પંચાયત કચેરી દ્વારા રૂપિયા અગિયાર હજારનો ચેક શાળાને અર્પણ કરવામાં આવ્યો હતો ..ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા દાનની સરવાણી વહાવી હતી ..આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા,જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ પારેખ ,તાલુકા વિકાસ અધિકારી એ જે રાવલ ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે જી વોરા ,બીઆરસી કો ઓર્ડિનેટર પ્રવીણસિંહ ચૌહાણ ,મહેન્દ્રસિંહજી વાઘેલા તથા મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંઘના હોદ્દેદારો તથા બહોળી સંખ્યામાં મહેમાનો અને ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા ..આ કાર્યક્રમને સફળ બનાવવા સીઆરસી કોર્ડીનેટર કરશનભાઇ ગામના સરપંચ અનીરુધ્ધસિંહ ખેર તથા ઉપસરપંચ દિનેશભાઈ પટેલ , એસ એમ સી અધ્યક્ષ ,તથા ગા્મ જનો ભરતભાઈ ખેરતથા જીતુભાઈ ખેર શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




