ગરુડેશ્વર એપીએમસીમાં વહીવટદારની નિમણુંક કરવામાં આવી 

0
24

નવરચિત એપીએમસીમાં જો વહીવટદાર નિમાય તો રાજપીપળાની બંધ જેવી સહકારી જિન મંડળીમાં કેમ નહીં…?

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની ખેત બજાર ઉત્પન્ન સમિતિમાં પ્રથમ ચૂંટણી યોજય તે પહેલાજ સરકારે વહીવટદારની નિમણુંક કરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકા માંથી ગરુડેશ્વર તાલુકાની રચના થયા બાદ સરકાર નિયુક્ત બોર્ડ અમલમાં  આવ્યું હતું ત્યારે નાંદોદ તાલુકા એપીએમસી ાંથી પણ અલગ એી ગરુડેશ્વર એપીએમસીની સરકારે રચના કરી હતી જેના ચેરમેન તરીકે માજી વન મંત્રી શબ્દશરણ તડવી નિમાયા હતા ત્યારબાદ ગરુડેશ્વર એપીએમસીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને ઉમેદવારીપત્રો ભરાયા હતા પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થતા આચાર સંહિતાના કારણે ગરુડેશ્વર એપીએમસી ની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે 1 લી મેં ના રોજ સરકારે હુકમ કરી જિલ્લા રજિસ્ટ્રાર નર્મદાની એપીએમસી ગરુડેશ્વર ના વહીવટદાર તરીકે નિમણુંક કરી ત્યારે આ બાબતે સહકારી કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે નવનિર્મિત ગરુડેશ્વર એપીએમસીમાં જો વહીવટદારની નિમણુંક થઈ શક્તિ હોય તો વર્ષો થી બંધ જેવી અને કાગળ પરની રાજપીપળા સહકારી જિન મંડળીમાં પણ સરકારે વહીવટદારની નિમણુંક કરી મંડળીને ફડચામાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક લાગણી છે .

સહકારી જિન કસ્ટોડિયન હેઠળજ ચાલે છે : રજિસ્ટ્રાર 

આ બાબતે નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર એન ડી મહાલે એ જણાવ્યું કે રાજપીપળાની સહકારી જિનમાં પણ છેલ્લા ત્રણેક વર્ષથી કસ્ટોડિયન નો વહીવટ અમલમાં છે જેથી વહીવટદારની જરૂર નથી…તો પછી ચૂંટણીની દરખાસ્તની પણ શું જરૂર છે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY