રાજપીપળાના ઐતિહાસિક લાલ ટાવર પાસે ચાર દિવસથી ઉભરાતી ગટર થી રોગચાળો ફાટે તેવી દહેશત

0
10

ઐતિહાસિક લાલ ટાવર અને ગંભીરસિંહ રાજાના સ્ટેચ્યુને અડીનેજ ગંદુ પાણી ઉભરાતું હોય તેમજ સ્થાનિક લોકોને રોગચાળો ફાટે તેવો ભય હોવા છતાં ચાર દિવસથી સફાઈ બાબતે તંત્ર આળસ મરડે છે 

રાજપીપળા : રાજપીપળા શહેરના ઐતિહાસિક લાલ ટાવર પાસેજ છેલ્લા ચાર દિવસથી ગટર ગંગા માર્ગ ઉપર વહે છે તેમ છતાં પાલિકા તંત્ર ના પેટનું પાણી હલતું નથી એક તરફ પાલિકાના ચીફ ઓફિસર રજા ઉપર ગયા હોય અન્ય સત્તાધીશોને જાણે વેરો ભરતી પ્રજાની કઈ પડી નથી હાલ સ્થાનિકોમાં રોગચાળો ફાટે તેવો ભય ફેલાયો છે .

રાજપીપળાના લાલ ટાવર અને ગંભીરસિંહ રાજાના સ્ટેચ્યુને અડીને આવેલી ગટર છેલ્લા ચારેક દિવસ થી કચરો જામ થતા ઉભરાઈ હોય ગટરનું ગંદુ વાસ મારતું પાણી માર્ગ પરથી સિંધીવાડ તરફ વહી રહ્યું છે છતાં પાલિકા સત્તાધીશો જાણે આંખે પાટા બાંધી બેઠા હોય એમ જણાય છે એક તરફ પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા માંદગીની રજા ઉપર ગયા છે ત્યારે બીજી તરફ રાજપીપળા શહેર જાણે નરકાગાર બની ગયું હોય એમ ઠેર ઠેર કચરા ના ઢગલા ઉભરાતી કચરાપેટીઓ અને ગટરો સહીત પાણીની પણ બુમ ઉઠી છે. પાલિકા સત્તાધીશો જાણે રાજપીપળા શહેર સાથે ઓરમાયું વર્તન કરતા હોય એમ લાગી રહ્યું છે પાલિકના અંદરોઅંદરની રમતનો પ્રજા ભોગ બની રહી હોય એમ કોઈને કઈ પડીજ નથી ત્યારે જિલ્લા કલેક્ટર કે અન્ય સ્થાનિક રાજકીય નેતાઓ પણ મૌન કેમ સેવી રહ્યા છે એ સમજાતું નથી આખા શહેરના મોટાભાગના વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય શું કોઈ મોટા રોગચાળા બાદ સત્તાધીશો જાગશે …? ચીફ ઓફિસર હાજર ન હોય તો તંત્ર કેમ આંખે પાટા બાંધી લેતું જશે એ સવાલ હાલ લોકો કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY