પરણીતાએ પહેરેલા ઘરેણાં ઉતારી લઇ એક વર્ષના બાળકને પણ લઈ લીધા બાદ પત્નીને કાઢી મુકનાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના બાંડીશેરવાણ ગામે પરણાવેલી મહિલાને પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા આખરે તેને ઝેરી દવા પી લીધા બાદ સારવાર હેઠળ રખાઈ હતી ત્યારબાદ મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડાના બાંડીશેરવાણ ગામે પરણાવેલી સુરનાબેન કમલેશભાઇ વસાવા (૨૧) ના લગ્ન બે વર્ષ ઉપર થયા હતા ત્યારબાદ તેને એક આદિત્ય નામનો બાળક છે જે હાલ એક વર્ષનો હોય સુરનાબેન ને પતિ કમલેશ નર્સિંગ વસાવા,સસરા નારસીંગ ગુરજીભાઇ વસાવા તેમજ સાસુ રમીલાબેન નારસીંગભાઇ વસાવા લગ્નના એક વર્ષ બાદ અવાર નવાર ત્રાસ આપતા હોય
ગત તા.૨૧ એપ્રિલે પતિ કમલેશ અંકલેશ્વર મજુરી કામે ગયેલ ત્યાથી આવી પત્નીને ગાળો બોલી માર્યા બાદ કાનમાં પહેરવાના સોનાના કાંપ તથા પગે પહેરવાના ચાંદીના સંકળા માંગી લીધા બાદ એક વર્ષના તેમના બાળક આદિત્યને પણ માંગી લઇ ઘરમાંથી કાઢી મુકી હતી આમ વારંવાર સાસરિયાઓએ મેણા-ટોણા અને માર મારી સુરનાને લાગી આવતા તેને ઝેરી દવા પી જતા નજીકના દવાખાને સારવાર કરાવી હતી માટે સાસરિયાથી કંટાળેલી સુરના એ આ બાબતે રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશને પતિ સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





