રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામે ગંગાપુર આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા આધેડ વયના ગજેન્દ્રસિંહ અચાનક ગુમ થતા અનેક અટકળો સાથે તેમની પત્ની અનંદી બેને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત માહિતી મુજબ ગજેન્દ્રસિંહ ભરતસિંહ રાણા ઉ.વ.૪૫ મુળ રહે.અંબીકા ફલેટસ માંજલપુર વડોદરા, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર આશ્રમ શાળામાં ફરજ બજાવતા હતા ગત 26 માર્ચે તેઓ કોઈને પણ જાણ કર્યા વિના ઘરે થી જતા ગયા હતા અને પરત ન આવતા ઘણી શોધખોળ બાદ પણ એમનો ક્યાંયે પત્તો ન લાગતા આખરે તેમના પત્ની અનંદીબેન રાણાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં જાણ કરતા ડેડીયાપાડા પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




